અદાણી ગ્રુપની વધુ એક કંપની થશે લિસ્ટ, અદાણી વિલ્મરની 5000 કરોડના IPOની તૈયાર

અદાણી ગ્રુપની સાતમી કંપની લિસ્ટ થશે

ફોર્ચ્યુન બ્રાન્ડ નામથી ખાદ્યતેલનું ઉત્પાદન કરનારી અદાણી વિલ્મર માર્કેટમાં 5000 કરોડ રૂપિયાનો IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે કંપનીએ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અને લીગલ એડવાઈઝરની પણ નિમણૂક પણ કરી લીધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અદાણી વિલ્મારે જેપી મોર્ગન અને કોટક મહિન્દ્રા કેપિટલને તેમના સૂચિત આઇપીઓના સંચાલન માટે લીડ મેનેજર તરીકે નિમણૂક કરી છે. જેપી મોર્ગન અને કોટક મહિન્દ્રા કેપિટલએ પણ આ આઈપીઓના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ પર કામ શરૂ કર્યું છે.

અદાણી વિલ્મર અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને વિલ્મર ઇન્ટરનેશનલ લિમિટેડ વચ્ચે સંયુક્ત સાહસ છે. સૂત્રો અનુસાર આ IPO અંતર્ગત JV partnersના શેરના ફ્રેશ ઇશ્યૂ વેચાણ દ્વારા મૂડી એકત્રીત કરવાની દરખાસ્ત છે. જોકે હાલ આ અંગે ફક્ત ચર્ચા માનવામાં આવી છે હજુ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી.

શેરબજારમાં ઉત્સાહને ધ્યાનમાં રાખીને એક પછી એક IPO નો ધસારો દેખાઈ રહ્યો છે. IPOમાં રેકોર્ડ સબ્સ્ક્રિપ્શન્સ પણ જોવા મળી રહ્યા છે. અદાણી વિલ્મર પણ રોકાણકારોના આ ઉત્સાહનો લાભ લેવા તૈયાર છે.

જો આ આઈપીઓ સફળતા સાથે બજારમાં આવે છે તો અદાણી વિલ્મર અદાણી જૂથના બજારમાં લિસ્ટ થતી સાતમી કંપની બનશે. અદાણી જૂથની અન્ય કંપનીઓમાં જેની યાદી છે તેમાં Adani Enterprises, Adani Ports and Special Economic Zones Ltd, Adani Transmission Ltd, Adani Power Ltd, Adani Total Gas Ltd અને Adani Green Energy Ltd નો સમાવેશ થાય છે.

અદાણી વિલ્મર અને જેપી મોર્ગમે આ મામલે હજુ કોઈ ટિપ્પણી આપી નથી જયારે કોટક મહિન્દ્રામૌન છે. અદાણી વિલ્મર એક મોટી તેલ બનાવતી કંપની છે જે સોયાબીન, સરસવ, સૂર્યમુખી, રાઈસ બ્રાનનું તેલ બનાવે છે.

ભારતમાં ખાદ્યતેલના ફોર્ચ્યુન બ્રાન્ડમાં કંપનીનો 20 ટકા હિસ્સો છે. કંપનીના દેશભરમાં 40 એકમો છે. જ્યાં દરરોજ 16,800 ટનથી વધુ તેલ શુદ્ધ થાય છે. કંપનીની બીજ પીસવાની ક્ષમતા દરરોજ 6,000 ટન છે. તેની પેકેજિંગ ક્ષમતા દરરોજ 12,900 ટન છે. અદાણી વિલ્મર બાસમતી ચોખા, કઠોળ, સોયાના જથ્થા અને લોટના પેકેજીંગના વ્યવસાયમાં પણ છે. કંપની વિશ્વભરના 19 દેશોમાં નિકાસ કરે છે.

 83 ,  1