બોલિવૂડના વધુ એક અભિનેતા હોસ્પિટલમાં એડમિટ

નસીરુદ્દીન શાહને ન્યુમોનિયા બાદ ફેફસામાંથી પેચ મળ્યો

બોલિવૂડના વરિષ્ઠ અભિનેતા નસીરુદ્દીન શાહ છેલ્લાં બે દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે તેમને મુંબઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, હાલમાં તેમની તબિયત સ્થિર છે. પ્રાપ્ત માહિતિ પ્રમાણે નસીરુદ્દીન શાહને ન્યુમોનિયા થયો છે અને ફેફેસાંમાં પેચ પણ મળી આવ્યો છે. તેમજ તબીબો શાહ પર સતત દેખરેખ રાખી રહ્યા છે.

આ અગાઉ ગયા વર્ષે નસીરુદીનની તબીયત ખરાબ હોવાના અફવા વહેતી થઈ હતી પરિણામે આ અંગે તેમના પુત્ર સોશિયલ મિડિયમાં પોસ્ટ શેર કરીને તબિયત સ્વસ્થ હોવાની જાણકારી આપી હતી.

બીજી બાજુ આજે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને પગલે મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

70 વર્ષીય નસીરુદ્દીન શાહે 1975માં ફિલ્મ ‘નિશાંત’થી બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરી હતી. એટલું જ નહીં તેમણે 100થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. છેલ્લે નસીરુદ્દીન શાહ ‘રામપ્રસાદ કી તેરહવી’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મને સીમા પાહવાએ ડિરેક્ટ કરી હતી.

 15 ,  1