અમદાવાદ : મેમ્કો વિસ્તારમાં થયેલી હત્યાના ફરાર વધુ એક આરોપીની ધરપકડ

SOG ક્રાઇમ બ્રાન્ચે મૂળ મધ્યપ્રદેશના આરોપીને દબોચી લીધો, ચારેય હત્યારાઓ જેલના સળિયા પાછળ…

અમદાવાદ શહેરના મેમ્કો વિસ્તારમાં થયેલી ઘાતકી હત્યાના વધુ એક ફરાર આરોપીની ધરપકડ કરવામાં SOG ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. ગઇકાલે ક્રાઇમબ્રાન્ચે બે આરોપીઓની મેમ્કો ખાતેથી ધરપકડ કરી હતી. ત્યારે આ મામલે ચારેય આરોપીઓની ધરપકડ થઇ ગઇ છે. આ પહેલા SOGએ મુખ્ય આરોપી રમેશ ઉર્ફે કબૂતરની ધરપકડ કરી હતી.

મેમ્કો વિસ્તારમાં ગત રોજ રાત્રિના સમયે ભગવતીનગર ખાતે અંગત અદાવતમાં 24 વર્ષના નીરજ નામના યુવાનની હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ, રમેશ ઉર્ફે કબૂતર તથા આશીષ સહિત ચાર શખ્સોએ ભગવતી નગરના નાકે નીરજને છરી તથા લોખંડની પાઇપોથી હુમલો કરી ફરાર થઇ ગયા હતા. તો બીજી તરફ સારવાર દરમિયાન નીરજ ભાઇનું મોત થયું હતું. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે હત્યાનો ગુનો નોધીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

હત્યાના મુખ્ય આરોપી રમેશ ઉર્ફે કબૂતરની SOG ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે દબોચી લીધો હતો. ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આશિષ ગુપ્તા તેમજ વિશાલ ગુપ્તા નામના બે આરોપીઓને મેમ્કો ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. જ્યારે ઘટનામાં ચોથો આરોપી નાસતો ફરતો હતો.

ત્યારે SOG ક્રાઇમ બ્રાન્ચના DCP મુકેશ પટેલACP સાલંકી સાહેબ તથા SOGના PI એ.ડી પરમાર તેમજ PSI પી.કે ભુતના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે ચોક્કસ બાતમીને આધારે ફરાર મૂળ મધ્યપ્રદેશના આરોપી અનુપસિંગ શિશપાલસિંગ તોમરને ઝડપી પાડ્યો છે. ત્યારે આરોપીને શહેર કોટડા પોલીસને સોપવાની કામગીરી હાથ ધરી છે.

નોંધનિય છે કે, SOG ક્રાઇમ બ્રાન્ચ, તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના જ દિવસોમાં હત્યાના ફરાર આરોપીને દબોચી લઇ પ્રશનિય કામગીરી કરી છે. તમામ હત્યાના આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

 67 ,  1