આગામી સપ્તાહે પણ બજારમાં આવશે વધુ એક આઈપીઓ…

એગ્રો સેક્ટરની કંપની 800 કરોડ બજારમાંથી મેળવશે

ભારતીય માર્કેટમાં ફરી આઈપીઓની લહેર જોવા મળી રહી છે. આ સપ્તાહે 4 આઈપીઓ બાદ હવે આગામી સપ્તાહે પણ 1 આઈપીઓ આવશે. આ અંગેની આધિકારીક જાહેરાત થઈ ચૂકી છે. એગ્રોકેમિકલ્સ મેન્યુફેકચરિંગ સેક્ટરની કંપની આગામી સપ્તાહે 800 કરોડ રૂપિયાના આઈપીઓ સાથે બજારમાં ઉતરશે.

23મી જુનથી 25મી જુન સુધી ખુલ્લો રહેશે ઈન્ડિયા પેસ્ટીસાઈડ્સનો આઈપીઓ. આઈપીઓ માટે કંપનીએ પ્રાઈસ બેન્ડ 290 રૂપિયાથી 296 રૂપિયા નક્કી કરી છે. 800 કરોડના જાહેર ભરણામાં 100 કરોડના નવા શેર ઈશ્યુ થશે અને અન્ય રકમ ઓફર ફોર સેલમાં જશે. ફેબ્રુઆરી, 2021માં આઈપીઓ માટેના દસ્તાવેજ સેબીમાં કંપનીએ જમા કરાવ્યા હતા અને 16મી તારીખે મંજૂરી મળતા કંપનીએ તૈયારી શરૂ કરી છે. આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર અક્સિસ કેપિટલ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડની નિમણૂક કરવામાં આવી છે.

જ્યારે કે-ફિન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે. ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સના પ્રમોટર આનંદ સ્વરૂપ અગ્રવાલ આ આઈપીઓમાં 281.4 કરોડ રૂપિયાના શેર વેચશે અને અન્ય શેરહોલ્ડરો રૂ. 418.6 કરોડના શેર આપશે. સપ્ટેમ્બર ત્રિમાસિકગાળાના અંતે અગ્રવાલ કંપનીમાં 40.07% હિસ્સો ધરાવે છે. ઈન્ડિયા પેસ્ટીસાઈડ્સ ફોલ્પેટ અને થિયોકાર્બેમેટ હર્બિસાઇડ કેમિકલ્સ એટલેકે જંતુનાશક બનાવતી વિશ્વની ટોચની 5 કંપનીઓમાં સમાવેશ થાય છે.

ભારત પેસ્ટિસાઇડ્સની લિસ્ટેડ સ્પર્ધક કંપનીઓમાં ધનુકા એગ્રોટેક, ભારત રસાયન, યુપીએલ લિમિટેડ, રેલીસ ઇન્ડિયા, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, સુમિટોમો કેમિકલ ઇન્ડિયા અને અતુલ ભારતનો સમાવેશ થાય છે. ઈન્ડિયા પેસ્ટિસાઈડ્સ પાસે ભારતમાં વેચાણ માટે 22 કૃષિ રાસાયણિક તકનીકીઓ અને 124 ફોર્મ્યુલેશન માટે નોંધણી અને લાઇસન્સ છે અને વિદેશ માટે 27 કૃષિ રાસાયણિક તકનીક અને 34 ફોર્મ્યુલેશન નિકાસ માટે છે.

સપ્ટેમ્બર, 2020ના રોજ પૂરા થયેલા છ મહિનામાં કંપનીએ 333.84 કરોડની આવક કરી હતી, જે વાર્ષિક દ્રષ્ટિએ 52% વધુ છે. કંપનીનો ચોખ્ખો નફો 170% વધીને% 72.50 કરોડ થયો છે. ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ પાસે બે ઓપરેટિંગ વર્ટિકલ(ધંધા) છે-એક છે તકનીકી અને એક છે ફોર્મ્યુલેશન. ઉત્તર પ્રદેશના લખનૌ અને હરદોઇમાં બે ઉત્પાદન એકમોમાં તકનીક માટેની 19,500 એમટી અને ફોર્મ્યુલાઇઝેશનની 6,500 એમટીની કુલ ક્ષમતા છે.

 63 ,  1