સુરેન્દ્રનગરમાં વધુ એક ખૂન..! હથિયારના ઘા મારી વેપારીની ઘાતકી હત્યા

જોરાવરનગરમાં કરિયાણાના વેપારીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

સુરેન્દ્રનગરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જમાઇએ સાળી-સસરાની જાહેરમાં કરપિણ હત્યા કર્યાની ઘટનાની સ્યાહી હજુ સુકાઇ નથી ત્યારે કરિયાણાના વેપારીની મોડી રાત્રે હથિયારોના ઘા મારી ઘાતકી હત્યા કરી દેવામાં આવતા લોકોમાં ફફરાટ ફેલાયો છે. છેલ્લા 12 કલાકમાં એક સાથે ત્રણ હત્યાની ઘટના બનતા પોલીસ પ્રશાસન પર સવાલો ઉઠવા પામ્યા છે.

જોરાવરનગરમાં કરિયાણાના વેપારીની ગઈકાલે મોડી રાત્રે હત્યા કરવામાં આવી છે. રતન પર બાય પાસ પાસે કિરાણાની દુકાન ચાલવતા ભરત ભાઈ ચૌહાણ નામના વેપારીની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીની હત્યા નીપજાવવામાં આવી છે.

ગઈકાલે મોડી રાતે કોઈ શખ્સે તીક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીંકી અને તેમનું ઢીમ ઢાળી દીધું હતું. બનાવની વિગતો સામે આવતા પોલીસ દોડતી થઈ હતી. જોકે, ભરત ચૌહાણને સારવાર મળે તે પહેલાં તેમનું પ્રાણનું પંખેરૂં ઊડી ગયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાની ધરા ખૂની ખેલની હારમાળાથી રક્તરંજિત થઈ છે ત્યારે આ ઘટનાના પડઘાં પડ્યા છે.

હત્યા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. તો બીજી તરફ પોલીસની પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જમાઇએ સાળી-સસરાનું ઢીમ ઢાળી દીધું

સુરેન્દ્રનગર થાનના સરોડીમાં રહેતી યુવતીના લગ્ન મુળીમાં રહેતા યુવાન સાથે થયા હતા. પરંતુ ઘરકંકાસના કારણે 6 માસથી યુવતી રિસામણે પીયર સરોડીમાં રહેતી હતી. ત્યારે જમાઇ બે છરી લઇ સરોડી સસરાના ઘરે ઘસી આવ્યો હતો અને કોઇ કાંઇ પણ સમજે તે પહેલા ઘરના તમામ વ્યક્તિઓ પર છરી વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો. જેમાં યુવાનની સાળીને છરીના ઘા લાગતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે સાસુ, સસરા, સાળા અને તેની પત્નીને ઇજાઓ પહોંચતા તાત્કાલીક સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સસરાનું પણ મોત નીપજતાં બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો.

 21 ,  1