અમદાવાદને મળશે નવી ભેટ, 75 કરોડના ખર્ચે તૈયાર થશે ફૂટ બ્રિજ

નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડશે બ્રિજ

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પછી એક આકર્ષણો ઉમેરાઇ રહ્યા છે. ત્યારે હાલમાં AMC દ્વારા રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ છેડાને જોડતો એવો 300 મીટર લાંબો અનોખો ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

હેરિટેજ શહેર અમદાવાદ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. આધુનિકતાની સાથે અમદાવાદે પોતાનો ઐતિહાસિક વારસો જાળવી રાખ્યો છે. અમદાવાદમાં અનેક પ્રસિદ્ધ સ્થળો આવેલા છે. તો ફરવા માટે પણ શહેરમાં અનેક સ્થળો છે. હવે અમદાવાદની શાનમાં વધુ એક વધારો થવાનો છે. અમદાવાદના લોકોને ટૂંક સમયમાં ફૂટ ઓવરબ્રિજની ભેટ મળવાની છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર એલિસબ્રિજ અને સરદારબ્રિજની વચ્ચે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતો ફૂટ ઓવરબ્રિજ 75 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં આવો યુનિટ ફુટ બ્રિજ આ સિવાય બીજો કોઇ નહી હોય.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. બ્રિજ બનાવવા માટે 2100 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યું છે. બ્રિજની લંબાઈ 300 મીટર છે. 100 મીટર વચ્ચેનો સ્પાન પણ છે. તો બ્રિજ પર બેસવાની પણ વ્યવસ્થા છે.

ફૂટ ઓવરબ્રિજ પર આરસીસી ફલોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિજના છેડે પતંગ આકારના સ્કલ્પચર મૂકવામાં આ‌વશે. વચ્ચેના ભાગે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં બેસવાની વ્યવસ્થા પણ મળી રહેશે. ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન કરવાનું પણ આયોજન કરવામાં આવી છે. કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ મુકાશે. અમદાવાદના આ નવા બ્રિજનું કામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂરુ કરી દેવાનું આયોજન છે. 

 37 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી