ગુજરાતમાં કમોસમી વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી

આ જિલ્લાઓમાં થશે માવઠાની સૌથી વધુ અસર

ગુજરાતમાં કમોસમી વરસાદના વધુ એક રાઉન્ડનું સંકટ ઘેરાયું છે. આગામી ૨૭ ડિસેમ્બરે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાતાં ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.

દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે ઉત્તર ભારતના અનેક રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને તેની આંશિક અસર ગુજરાતમાં પણ થશે. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ૨૭ ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ થઇ જાય તેની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ૪-૫ દિવસ લઘુતમ તાપમાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના નથી. જોકે, માવઠાની અસર ઓસરતાં જ રાજ્યમાં ૨૯ ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૃ થઇ જશે.

ગત રાત્રિએ ૧૨.૪ ડિગ્રી સાથે વડોદરા ઠંડુંગાર રહ્યું હતું. અમદાવાદમાં ૧૪.૬ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં ૧૪ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહી શકે છે. ૨૯ ડિસેમ્બરથી અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી