રિલાયન્સની ઝોળીમાં આવી વધુ એક કંપની

ડિઝાઇનર રિતુ કુમારની કંપનીમાં 52% હિસ્સો ખરીદ્યો

દેશ અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ રિટેલ સેક્ટરમાં મોટ દાવ ખેલ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેલ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સે ફેશન ડિઝાઇનર રિતુ કુમારની કંપની રિતિકા પ્રા. લિ. માં 52 ટકા હિસ્સો ખરીદ્યો છે રિલાયન્સ રિટેલ વેન્ચર્સે કંપનીમાં કંટ્રોલિંગ હિસ્સો મેળવવા માટે ખાનગી ઇક્વિટી કંપની એવરસ્ટોન ગ્રુપ પાસેથી 35 ટકા હિસ્સો ખરીદ્યો હતો. રિલાયન્સે વધારાનો 17 ટકા હિસ્સો પણ ખરીદ્યો.

ડિઝાઇનર બ્રાન્ડમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું આ બીજું રોકાણ છે. અગાઉ, રિલાયન્સ બ્રાન્ડે મનીષ મલ્હોત્રાની એપોનિમોસ બ્રાન્ડમાં 40 ટકા હિસ્સો ખરીદ્યો હતો. રિતિકા પ્રાઇવેટ લિમિટેડ રિતુ કુમાર, લેબલ રિતુ કુમાર, આરઆઇ રીતુ કુમાર, આર્કે અને રિતુ કુમાર હોમ એન્ડ લિવિંગ બ્રાન્ડની માલિકી ધરાવે છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું કે, ‘અમે રિતુ કુમારની સાથે ભાગીદારી કરીને પ્રસન્ન છીએ. તેમની પાસે મજબૂત બ્રાન્ડ, સારી વિકાસ ક્ષમતા થતા ફેશન તેમજ રિટેલ ક્ષેત્રમાં ઘણા ઈનોવેશન છે, આ બધા તત્વ એક સંપૂર્ણ જીવન શૈલી બ્રાન્ડ બનાવવા માટે પૂરતા છે. અમે સાથે મળીને ભારત અને દુનિયાભરમાં આપણા મૂળ વસ્ત્ર અને શિલ્પ માટે એક મજૂબત પ્લેટફોર્મ અને ગ્રાહક ઈકોસિસ્ટમ બનાવવા ઈચ્છે છે, જેથી આંતરાષ્ટ્રીય કપડાં બજારમાં આપણા શિલ્પને તે સન્માન અને ઓળખ મળે જેનું તે હકદાર છે.’ કંપનીની જાહેરાત મુજબ, આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ઈનોવેશનના માધ્યમથી આંતરાષ્ટ્રીય કપડાં ઉદ્યોગમાં ભારતની ઊભરતી ભૂમિકાને રેખાંકિત કરવાનો છે. સદીઓ જૂની ડિઝાઈનો અને પેટર્નની પુનઃવ્યાખ્યા કરવી તેનું લક્ષ્ય છે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી