બજેટ બાદ મોંઘવારીનો વધુ એક ઝાટકો, LPG સિલિન્ડરની કિંમતમાં વધારો

સરકારે ફરીથી LPG ગેસ સિલિન્ડર ભાવમાં કર્યો વધારો

સામાન્ય વ્યક્તિને મોંઘવારીનો ઝાટકો લાગ્યો છે ઘરેલુ ગેસની કિંમતમાં એક વાર ફરી વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરની કિંમત જારી કરી છે અને ભાવ 25 રૂપિયા પ્રતિ વધી ગયા છે, જયારે વ્યવસાયિક સિલિન્ડરના ભાવ 6 રૂપિયાથી ઘટી ગયા છે. આ પહેલા કમર્શિયલ LPG સિલિન્ડર(19 KG)ના ભાવ 190 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધી ગયા છે.

કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક ઝાટકો આપ્યો છે. ક્રૂડની કિંમતમાં વધારાની વચ્ચે સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. સરકારી ઓઈલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા રેટ આજથી લાગુ થશે. કિંમત વધ્યા બાદ ઉત્તર પ્રદેશના આગ્રાહમાં 14 કિલોગ્રામ એલપીજીની કિંમત 732 રૂપિયા થઈ ગઈ છે જે પહેલા 707 રૂપિયા હતી. જ્યારે પટનામાં આ જ સિલિન્ડરની કિંમત હવે 817.50 રૂપિયા હતી.

આ પહેલા ઓઈલ કંપનીઓએ 1 ફેબ્રુઆરીએ કોમર્શિયલ એલપીજીની કિંમતમાં 190 રૂપિયાનો વધારો કર્યો હતો. એ દિવસે ઘરેલુ એલપીજીની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

ડિસેમ્બરમાં બે વખત વધી કિંમત

જણાવીએ કે, ડિસેમ્બરમાં ઓઈલ કંપનીઓએ ઘરેલુ રાંધણગેસની કિંમત બે વખત વધારી હતી. કંપનીએ પહેલા 2 ડિેસમ્બરે 50 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યાર બાદ ફરીથી 15 ડિેસમ્બરે 50 રૂપિયા વધાર્યા હતા.

એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવવું હવે ઇન્ડેન ગેસ ગ્રાહકો માટે બસ એક મિસ કોલ જેટલું દૂર છે. ઇન્ડિયન ઓઇલ એલપીજી ગ્રાહકો હવે ફક્ત મિસ કોલ કરીને દેશના કોઈપણ ખૂણામાં સિલિન્ડર બુક કરાવી શકે છે. મિસ્ડ કોલ્સ માટે ઇન્ડેને જારી કરેલો નંબર છે – 8454955555 – છે. પહેલાની જેમ હવે ગ્રાહકોએ લાંબા સમય સુધી કોલ પકડી રાખવો પડશે નહીં. ઉપરાંત, મિસ્ડ કોલ્સ દ્વારા બુક કરવાનો એક ફાયદો એ છે કે આઇવીઆરએસ કોલ્સની જેમ, ગ્રાહકોને કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.

આ સુવિધાથી એવા લોકોને પણ ગેસ બુક કરાવવામાં સરળતા રહેશે જે IVRS કોલમાં મુશ્કેલીનો સામનો કરતા હતા. વળી વૃદ્ધ લોકો માટે પણ સુવિધા વધારે અનુકૂળ રહેશે.

 39 ,  1