IPLમાં કોરોનાની ફરી એન્ટ્રી

સનરાઈઝર્સ હૈદરાબાદનો એક ખેલાડી પોઝિટીવ, આજે DC VS SRH વચ્ચે મુકાબલો

દેશમાં કોરોના પગલે IPL ઈન્ડીયન પ્રિમીયર લીગને રદ્દ કરવામાં આવી હતી. લાંબા અંતરાલ બાદ યુએઈમાં શરૂ થયેલી આઇપીએલમાં વધુએક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો ખેલાડી કોરોના પોઝિટિવ મળી આવ્યો છે, જે પછી તેના સંપર્કમાં આવેલા અન્ય 6 ખેલાડીઓને આઈસોલેશનમાં રખાયા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર ટી નટરાજન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. મેચની શરૂઆત પહેલાં યોજાનારી આરટી-પીસીઆર ટેસ્ટમાં તે પોઝિટીવ આવ્યો હતો.

જોકે રાહતની વાત એ છે કે, આજે સાંજે જ સનરાઈઝર્સ હૈદરાબાદની દિલ્હી કેપિટલ્સ સાથે મેચ છે. આજની મેચ પર કોઈ અસર થશે નહીં અને મેચ રમાશે.

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી