અમદાવાદ: ધો. 11માં ભણતી વિદ્યાર્થિનીને ડમ્પર ચાલકે અડફેટે લેતા મોત

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં ધોરણ-11માં ભણતી વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય એક વિદ્યાર્થીનીને પણ ઈજા પહોંચી હતી. વહેલી સવારે 7.30 કલાકે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી લીધી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે હેતાંશી તેની બહેનપણી સાથે ટુ વ્હિલપ પર ઘેવર સર્કલ પાસેથી ટ્યૂશન જઇ રહી હતી. તે દરમિયાન ડમ્પરે યુવતીનાં એક્ટિવાને ટક્કર મારી હતી. જેનાથી બંન્ને યુવતીઓ નીચે પડી જતાં. હેતાંશીનાં મોં પરથી ડમ્પરનું પૈડું ફરી વળ્યું હતું જ્યારે અન્ય યુવતી ઇજાગ્રસ્ત થઇ છે.

અકસ્માત બાદ ડમ્ફર ચાલક ડમ્પર મૂકીને ફરાર થયો હતો. તો બીજી તરફ, માસુમ હેતાંશીનો મૃતદેહ જોઈને તેના માતાપિતા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

પોતાની વ્હાલસોયીને ગુમાવવાથી તેઓએ રોડ વચ્ચે જ ભારે આક્રંદ કર્યો હતો. ટ્રાફિક પોલીસ એફ ડિવીઝન પોલીસે ગુનો નોંધી સમગ્ર તપાસ શરૂ કરી છે.

 200 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી