ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, અઢળક ઉત્પાદનના કારણે આવકમાં ઘટાડો

ગત વર્ષ કરતા આ વર્ષે ડુંગળીની ખેતી કરનારા ખેડૂતોની આવક 42 અરબ રૂપિયા ઘટી ગઇ છે. કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયના એક રિપોર્ટમાં આ વાત જાણવા મળી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કૃષિ બજાર ઉત્પાદન સમિતિ દ્વારા અંદાજિત 13.22 લાખ ટન ડુંગળી 13,760 રૂપિયા પ્રતિ ટનના દરથી વેચાઇ હતી. આ પ્રકારે, ડિસેમ્બર મહિનામાં 13,310 રૂપિયા પ્રતિ ટનના હિસાબે કુલ 11.10 લાખ ટન ડુંગળીનું વેચાણ થયું હતું.

રિપોર્ટ અનુસાર, આ 2017માં ખેડૂતોને મળેલ ડુંગળીની કિંમત કરતા 61 ટકા ઓછી છે. દેશમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન કરનાર રાજ્ય મહારાષ્ટ્રમાં તેના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. હાલ ત્યાં લગભગ 5,180 રૂપિયા પ્રતિ ટનના ભાવે ડુંગળીનું વેચાણ થયું છે જે ગત વર્ષની સરખામણીએ 80 ટકા ઓછું છે.

રિપોર્ટ મુજબ ભાવ ઘટાડાનું એક કારણ એ છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડુંગળીનું ઉત્પાદન અંદાજે 12.48 ટકા વધુ થયું છે. પહેલા 210 લાખ ટનના ઉત્પાદનનો અંદાજ હતો પરંતુ હવે 236 લાખ ટન ઉત્પાદન થાય એવા અંદાજ છે.

 42 ,  3