વિધાનસભા: કોંગ્રેસના પ્રહાર પર શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, બે વર્ષમાં 1287 ખાનગી શાળાને મંજૂરી

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કથળી રહેલા શિક્ષણનો મુદ્દો વિધાનસભામાં પણ ઉછળ્યો હતો. ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં પૂછાયેલા પ્રશ્નો દરમિયાન ચોંકવનારી વિગતો બહાર આવી છે.

કોંગ્રેસ દ્વારા ઉઠાવવાના આવેલા શિક્ષણ મુદ્દે જવાબ આપતા રાજ્યના શિક્ષણંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં 32,574 સરકારી, 605 ગ્રાન્ટેડ અને 10940 ખાનગી પ્રાથમિક શાળાઓ છે. તે પૈકી છેલ્લા બે વર્ષમાં 122 સરકારી, 13 ગ્રાન્ટેડ અને 1287 ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 1 સરકારી અને 40 ખાનગી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.

છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં કુલ 1287 પ્રાઇવેટ પ્રાથમિક શઆળાને મંજૂરી મળી છે. રાજ્યના 33 જિલ્લામાંથી 13 જિલ્લાને આ સમય દરમિયાન એક પણ સરકારી શાળા મળી નથી જ્યારે 31 જિલ્લાને એક પણ ગ્રાન્ટેડ શાળાની મંજૂરી મળી નથી. જેની સામે દરકે જિલ્લામાં પ્રાઇવેટ શાળાની મંજૂરી અપાઈ છે.

આ સિવાય કોમર્સ, આર્ટ્સ અને સાયન્સની કોલેજો અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ આપેલા આંકડા પ્રમાણે રાજ્યમાં આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની 100 સરકારી, 309 ગ્રાન્ટેડ અને 455 ખાનગી કોલેજો છે. તે પૈકી છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં માત્ર 1 સરકારી કોલેજને મંજૂરી આપવામાં આવી છે, તેની સામે 40 ખાનગી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે એકપણ ગ્રાન્ટેડ કોલેજને મંજૂરી આપવામાં આવી નથી. આમ સરકારી કોલેજોને અપાયેલી મંજૂરી કરતા 40 ગણી ખાનગી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી