24 કલાકમાં ફક્ત 15 હજાર નવા મામલા, એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ

8 દિવસોમાં દેશમાં 20 હજારથી ઓછા મામલા નોંધાયા

દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 15,981 નવા કેસ નોંધાયા છે અને 166 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 17,861 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,01,632 પર પહોંચી છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં 8867 અને 67 લોકોના મોત થયા છે. આમ કેરળની સ્થિતિ હજુ ચિંતાજનક છે.

રાહતની વાત એ છે કે જે લોકો ગર રોજ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. તેનાથી વધારે લોકો સાજા થઈ રહ્યા છે. ગત 24 કલાકમાં 17,861 લોકો સાજા થઈ ગયા છે. જે બાદ દેશમાં રિકવર થનારા કુલ દર્દીની સંખ્યા 3,33,99,961 સુધી પહોંચી ગઈ છે.

દેશમાં કોરોનાના ફક્ત 2, 01,632 એક્ટિવ કેસ

ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. હાલમાં દેશમાં કોરોનાના ફક્ત 2, 01,632 એક્ટિવ કેસ છે. જે ગત 218 દિવસમાં સૌથી ઓછા છે. આ ઉપરાંત ગત 24 કલાકમાં 166 લોકોના કોરોનાથી મોત થયા છે. જે બાદ કોરોનાથી મરનારાની સંખ્યા 4,51, 980 પહોંચી ગઈ છે.

છેલ્લા 15 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727
2 ઓક્ટોબરઃ 24,534
3 ઓક્ટોબરઃ 22,842
4 ઓક્ટોબરઃ 20,799
5 ઓક્ટોબરઃ 18,346
6 ઓક્ટોબરઃ 18,383
7 ઓક્ટોબરઃ 22,431
8 ઓક્ટોબર: 21,527
9 ઓક્ટોબરઃ 19,740
10 ઓક્ટોબરઃ 18,106
11 ઓક્ટોબરઃ 18,132
12 ઓક્ટોબરઃ 14,313
13 ઓક્ટોબરઃ 15,823
14 ઓક્ટોબરઃ 18,987
15 ઓક્ટોબરઃ 16,862

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી