September 19, 2020
September 19, 2020

માત્ર આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ફ્રી માફ થશે, તમામની નહીં..! સરકારની દરખાસ્તને શાળા સંચાલકોએ ફગાવી

25 ટકા સુધી ફી ઘટાડવાની સરકારની દરખાસ્તને શાળા સંચાલકોએ ફગાવી, માત્ર જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને મળશે રાહત

ફી ઘટાડવાની વાલીઓની માગને ખાનગી શાળા સંચાલકોએ ફગાવી દીધી છે. શિક્ષણમંત્રીએ 25 ટકા સુધી ફી ઘટાડવા અપીલ કરી હતી. ત્યારે ખાનગી શાળા સંચાલકોએ ફી ઘટાડાની ઓફર ફગાવી દીધી છે. 

ખાનગી શાળા સંચાલકોએ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની ફી ઓછી કરવાની તૈયારી બતાવી છે. પરંતુ તમામ વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવા સહમત નથી. સંચાલકોએ સરકારને એવુ સૂચન કર્યુ હતું કે સ્કુલ ટયુશન ફીમાં રાહત આપવા માટે કમીટીની રચના કરવામાં આવે. કોરોના લોકડાઉનને કારણે નાણાકીય સંકટ ધરાવતા વાલીઓના સંતાનોને ફીમાં રાહત માટે ફી નિર્ધારણ સમીતીને જવાબદારી સોંપવામાં આવે.

ખાનગી શાળા સંચાલકોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, 25% નહિ, પરંતુ 10% થી 100% ફી માફ કરીશું. પણ માત્ર ગરીબ વિદ્યાર્થીઓની… આમ, સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓની 25% ફી માફ કરવાની માંગ ખાનગી શાળા સંચાલકોએ ફગાવી છે. શિક્ષણમંત્રી સાથે થયેલી ઓનલાઈન મીટિંગમાં ખાનગી શાળા સંચાલકોએ સરકારની ફોર્મ્યુલા ફગાવી છે. 

શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ફી મુદે પ્રથમ જ બેઠક હતી. સરકાર વાલીઓને સ્કુલ ફીમાં રાહત અપાવવા માટેના પ્રયત્નો જારી રાખશે. ખાનગી શાળાના સંચાલકો સાથે વધુ બેઠક થશે.

કોરોનાને પગલે લોકડાઉન અને તેને પગલે શાળાઓ બંધ હોવા છતાં ગુજરાતની અસંખ્ય શાળાઓ વાલીઓ પાસેથી ફી પેટે મસમોટી રકમ વસૂલી રહી હતી. ત્યારે સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટ આ મામલે ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે ટ્યુશન ફી લેવા અને શિક્ષણ વિભાગને આ મામલે બેઠક કરીને યોગ્ય નિર્ણય લેવા આદેશ કર્યો હતો. જેના બાદ શિક્ષણમંત્રી અને ખાનગી શાળાના સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય સરકારે તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓની ફીમાં 15થી 25 ટકા સુધીની ફી માફી આપવાની દરખાસ્ત મૂકી હતી. જેને ખાનગી સ્કૂલ સંચાલકોએ ફગાવી દીધી છે. 

 111 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર