મૂર્ખ સરકાર જ કરે છે ડિફેન્સ સિક્રેટનો ખુલાસો, જાણો કોણે કહ્યું…

કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદંબરમે મિશન શક્તિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આલોચના કરી છે. મોદી સરકારની તુલના મૂર્ખ સાથે કરતાં ચિદંબરમે ટ્વિટ કરીને કહ્યું કે માત્ર મૂર્ખ સરકાર જ ડિફેન્સ સિક્રેટનો ખુલાસો કરે છે. કારણ કે, એક સક્ષમ અને સમજદાર સરકાર ક્યારેય નથી ઈચ્છતી કે તેના ડિફેન્સ સિક્રેટ સૌની સામે આવે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ બુધવારે એલાન કર્યું કે ભારતે અંતરિક્ષમાં એન્ટી સેટેલાઇટ મિસાઇલથી એક લાઇવ સેટેલાઇટને હિટ કરતાં પોતાનું નામ અંતરિક્ષ મહાશક્તિ તરીકે નોંધાવી દીધું છે. આ રીતે ભારત એવી ક્ષમતા ધરાવતો દુનિયાનો ચોથો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીનની પાસે આવી ક્ષમતા હતી.

ચિદંબરમે ટ્વિટ કરીને સવાલ કરતા કહ્યું કે, ચૂંટણી દરમિયાન મોદી સરકાર દ્વારા આવી ઘોષણા કેમ કરવામાં આવે છે ? તેમણે આરોપ લગાવતા કહ્યું, વડાપ્રધાન આવું કરીને ભાજપા માટે રાજકીય માહોલ બનાવવાનો પ્રયાસ કરે છે.

આપને જણાવી દઇએ, મિશન શક્તિના એલાન બાદ વિપક્ષોએ આરોપ લગાવ્યો હતો કે, પીએમ મોદીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. જો કે ચૂંટણી પંચે આ મામલે વડાપ્રધાનને કલીન ચિટ આપી, કહ્યું કે, પીએમના મિશન શક્તિની ઘોષણાના સંબોધનને આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી કરતું.

 52 ,  3