મંત્રીએ ટ્વીટર પર બનાવટી તસવીરો મુકી, છેવટે ખુરસીથી થયા દૂર

કેનેડાના મંત્રી કેરેબિયન ટાપુ પર મોજ માણી, તસવીરમાં દર્શાવ્યું પોતે ધરે જ છે

સામાન્ય કર્મચારી પોતાની ફરજમાં ચૂક કરે અથવા કોઇ બહાના બાજી કરે તો ચાલી જાય પરંતુ કેનેડામાં ઓન્ટારિયો રાજ્યના નાણામંત્રીની આવી ચૂક ભારે પડી ગઇ અને પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે.

આ અંગેની વિગત અનુસાર, ઓન્ટારિયોના નાણામંત્રી રોડફીલિપ્સ કોરના મહામારી છતાં કેરેબિયન ટાપૂ પર ફરવા ગયા હતા. કેનેડાના આ રાજ્યમાં મહામારીને જોતા પ્રવાસ પર નિયંત્રણ મુકવામાં આવ્યા છે. તેમ છતાં ખુદ મંત્રીએ પ્રવાસ કર્યો અને મોજ મજા માણી

આ મંત્રીએ પોતે કેરેબિયન ટાપુ પર ગયા નથી અને ઘરે જ છે એવું પૂરવાર કરવા ટ્વીટર પર તસવીરો મુકી જેમાં તેઓ ઘરના ફાયર ટાવર, તાપણા નજીક બેઠા છે અને ઠંડી ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવમાં આ તસવીરો ફેંક એટલે કે બનાવટી નિકળી અને તે વખતે મંત્રી કેરેબિયન ટાપૂ પર આનંદ પ્રમોદ કરી રહ્યા હતા.

ટીકાઓ શરૂ થતાં તેમણે મંત્રી મંડળમાંથી રાજીનામું આપવાની ફરજ પડી છે. એક રીતે જોતા કોરોના ગાઇડ લાઇનને તેમનો ભોગ લીધો કહી શકાય.

 57 ,  1