ઊંઝા : ટુંડાવ ખાતે સદૃભાવના મેડીકલ સાધન સેવા સેન્ટરની શરૂઆત

જન સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરવા માટે ટુંડાવ ગામની જરૂરીયાતમંદ લોકોને આરોગ્યલક્ષી સેવાઓ આપવા માટે સદૃભાવના યુવક મંડળ એક આશાનું કિરણ લઇને આગળ આવ્યું છે.
સદૃભાવના યુવક મંડળ દ્વારા ટુંડાવ ખાતે સદૃભાવના મેડીકલ સાધન સેવા સેન્ટરની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ઓકસીજન મશીન, પલંગ, વ્હીલચેર, ટોયલેટ ચેર, વોકર જેવા મેડીકલ સાધનો જરૂરીયાતમંદ લોકોને પહોંચાડવામાં આવશે.

ઊંઝાના ધારાસભ્ય ર્ડા. આશાબેન પટેલ અને એપીએમસીના ચેરમેન દિનેશભાઇ પટેલના વરદ હસ્તે આ સેન્ટરની શુભ શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે આશાબેન પટેલે સદૃભાવના યુવક મંડળની જન સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરતી કામગીરીને બિરદાવી હતી.

એપીએમસીના ચેરમેન દિનેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, જરૂરીયાતમંદ લોકોને ઘેર બેઠાં મેડીકલ સાધનો મળી રહેશે તેમજ પીડાતા દર્દીઓને મોટી રાહત મળશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણીયો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી