ઊંઝા :સૌથી મોટા માર્કેટયાર્ડના વેપારીઓ 1 સપ્ટેથી હડતાળ.પર જાણો કેમ

ઊંઝાનું માર્કેટયાર્ડ એ ફફત મહેસાણામાં જ પ્રખ્યાત નથી પરંતુ એશિયામાં સૌથી મોટું માર્કેટયાર્ડ એ ઊંઝાને માનવામાં આવે છે. ઊંઝા માર્કેટયાર્ડ માં ખાસ કરીને જીરું,વરિયાળી,ઇસબગુલ જેવા પાકોનું મોટા પાયે ખરીદ વેચાણ કરવામાં આવે છે અહીં દેશના ખૂણે ખૂણે અને વિદેશમાં આ માલને મોકલવાવમાં આવે છે, ઊંઝા માર્કેટયાર્ડનું વાર્ષિક ટર્ન ઓવરની વાત કરવામાં આવે તો ઊંઝા માર્કેટયાર્ડની વેપારીઓનું વાર્ષિક ટર્ન ઓવર 4000 કરોડ આસપાસ છે, જ્યારે ઉનાળાની સીઝન માં રોજનું 50 કરોડનું ટર્ન ઓવર થાય છે તો હાલ બિનસીઝનમાં 5 થી 10 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ઊંઝા માર્કેટયાર્ડ માં થાય છે.

ઊંઝા માર્કેટયાર્ડ માં ગુજરાત સાથે આજુબાજુના રાજ્યના જેવા કે, રાજસ્થાન,મદયપ્રદેશના ખેડૂતો પણ પોતાનો માલ વેચવા માટે ઊંઝા માર્કેટયાર્ડમાં આવે છે. વર્ષોથી ઊંઝા માર્કેટયાર્ડની ઓળખ રહી છે કે, જે ખેડૂત આવે છે તેને તેના માલનું તોલ થઈ ગયા બાદ તેને રોકડા પૈસા આપવામાં આવે છે અને રોકડા પૈસા મળતા હોવાથી દૂર દૂરથી ખેડૂતો અહીં પોતાનો માલ વેચવા ઊંઝા માર્કેટયાર્ડને પસંદ કરે છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયા રોકડ ઉપાડ પર 2 ટકા TDSની જોગવાઈ કરતાં અને આ કાયદાની હજી સુધી કોઈ માહિતી વેપારીઓને નહિ આપતા વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે ત્યારે સરકાર દ્વારા વેપારીઓ ને જ્યાં સુધી આ કાયદાની યોગ્ય માહિતી નહિ પહોંચાડે ત્યાં સુધી વેપારીઓ 1 સપ્ટેથી પોતાના ધંધા રોજગારની અળગા રહેશે જ્યાં સુધી તેમને આ કાયદાની સંપૂર્ણ માહિતી ન આપવામાં આવે ત્યાં સુધી તેવો નિર્ણય ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિયેશનની જનરલ સભામાં લેવામાં આવ્યો હતો.

ઊંઝા માર્કેટયાર્ડ માં બનાસકાંઠા , સાબરકાંઠા , સૌરાષ્ટ્ર અને બાજુ ના રાજ્યો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી ખેડૂતો વિશેષ પોતાનો માલ લઈને આવતા હોય છે ત્યારે આ વિસ્તારોમાં બેંકો દૂર દૂર આવેલી હોય છે અને વાહન વ્યવહારની સુવિધાઓ પણ ખુબજ ઓછી હોય છે આ વિસ્તારોના ખેડૂતો પણ મોટે ભાગે અભણ હોવાથી ખેડૂતો પોતાના માલ સામે રોકડા પૈસાની માંગણી કરે છે અને જો વેપારી રોકડા પૈસા ના આપે તો તેઓ ઊંઝા માર્કેટયાર્ડ ના આવી ને તેના નજીક ના માર્કેટયાર્ડ માં પોતાનો માલ વેચવા જશે જેનો ભય હાલ વેપારીઓ ને સતાવી રહ્યો છે સાથે વેપારીઓ પોતાના ધંધા થી 1.50 કમિશન પ્રાપ્ત થાય છે જ્યારે તેને TDS પેટે 2 ટકા ભરવાના થશે તેથી પણ તેઓ નારાજ છે.

આ મામલે ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન શિવમ ભાઈ રાવલ નું કહેવું છે કે, આ મામલે વેપારીઓ નિષ્ણાતોની સલાહ લઈને આગળ વધવું જોઈએ અને તેઓ અમારી માંગણી અને લાગણીને સમજીને આ પગલું નહિ ભરે તેવી વાત મૂકી હતી. હાલ તો સરકાર દ્વારા જો વેપારીઓને આગામી દિવસોમાં યોગ્ય માહિતી નહિ આપવામાં આવે તો આ વેપારીઓ 1 સપ્ટેથી પોતાના ધંધા વેપારથી અળગા રહેશે અને પોતાનો વિરોધ નોંધાવશે.

પ્રતિનિધિ: કેતન પટેલ, મહેસાણા.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી