September 25, 2022
September 25, 2022

PG પીડિતાની આપવીતી: ‘હું દવા લઈને સૂઈ ગઈ હતી, CCTV જોઇને જાણ થઇ કે…

અમદાવાદમાં ઘરમાં ઘૂસીને બૈખોફ જાતીય સતામણી અને વિકૃત ચેષ્ટા કરીને યુવક બિન્દાસ ફરાર થઇ ગયાનો કિસ્સાએ ચકચાર મચાવી દીધી છે. ઘરમાં ઘૂસી યુવતીઓની છેડતી કરનારા નરાધમ આરોપીને પોલીસે દબોચી લીધો છે. ભાવિન શાહ નામનો યુવક એક ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. ફૂડ ડિલિવરી બોય હોવાથી તેને તમામ માહિતી હોવાથી ત્યાં ગયો હતો.

યુવતીએ કહ્યું કે, હું સંસ્કાર પી.જી. બી/6, કમલનયન એપાર્ટમેન્ટ, શંભુકોફી બારની બાજુમાં, નવરંગપુરા પીજીમાં રહું છું અને છેલ્લા એક મહિનાથી સંસ્કાર પીજી અને હોસ્ટેલમાં કચરા પોતા તથા વાસણ ધોવાનું કામ કરું છું.

ગઈ તા.14 જૂન, 2019ના રોજ મને શરદી, ખાસી થઈ હોવાથી હું દવા લઈ સૂઈ ગઈ. રાત્રે પોણા એક વાગ્યાના સુમારે અમારા ફ્લેટમાં રહેતી છોકરીઓ પૈકી અદિતી, આર્યા અને મારિયાનાએ મને જગાડીને જણાવ્યું કે, તમારી પાસે કોઈ અજાણ્યો યુવક આવ્યો હતો. ત્યારબાદ તે અહીંથી ભાગી ગયો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, પીજીના માલિક સન્નીભાઈને બોલાવી અને ફ્લેટના હોલમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ બતાવ્યાં. જેમાં હું જ્યારે ઊંઘમાં હતી ત્યારે આશરે 12.45 વાગ્યાની આસપાસ એક અજાણ્યા ઇસમે અમારા ફ્લેટમાં દરવાજાથી પ્રવેશ કરી મારી સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાનું જાણવા મળ્યું.

ત્યારબાદ મને બધાએ કહ્યું કે, આ બનાવની ફરિયાદ પોલીસમાં લખાવીએ, પરંતુ મેં કહ્યું મને કાંઈ થયું નથી. જેથી મારે આ બનાવની ફરિયાદ કરવી નથી તેમ કહ્યું. અમારા પી.જી.માં રહેતા એક બહેને તેમના કોઈ ઓળખીતાને આ બનાવની જાણ કરતા તેમજ ટીવી ચેનલ પર આ બનાવ બાબતે આવતા હું આ બનાવની ફરિયાદ લખાવવા માટે નવરંગપુરા પોલીસે સ્ટેશનમાં આવી છું.’

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી