સાઉદી અરેબિયા, UAEના વિવાદને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો

ભવિષ્યમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થશે ખૂબ મોટો વધારો

સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતની વચ્ચે ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બંન્ને દેશો વચ્ચે ચેન્શન વધી રહ્યું છે. એટલું જ નહીં સાઉદી આરબે પોતાના દેશમાં UAEના લોકોના પ્રવેશ બંધ કરી દીધો છે. તો સામે પક્ષે UAEએ સાઉદી અરેબિયાથી આવતી ફ્લાઇટો પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દીધ છે. બંને દેશો વચ્ચે ટેન્શનનું કારણ ઓઇલ છે ઓપેક પ્લસ દેશોની બેઠક પણ રદ કરી દેવામાં આવી છે. ઓપેક પ્લસની બેઠક સોમવારે રાખવામાં આવી હતી. પણ બંને દેશની વચ્ચે વધેલા વિવાદને કારણે આ બેઠક રદ કરી દેવામાં આવી છે.

ઓપેક પ્લસના પ્રધાનોએ ગયા સપ્તાહમાં થયેલા ટકરાવ પછી સોમવારે ઓઇલ ઉત્પાદનને લઇને બેઠક રદ કરી દીધી છે. ઓપેક પ્લસની બેઠક રદ કરવાનો નિર્ણય ત્યારે લેવમાં આવ્યો, જ્યારે સંયુક્ત આરબ અમિરાતે ફ્રૂડ ઓઇલનું ઉત્પાદનને ઝડપી કરવાના લગાવવામાં આ્યા અને ઓપેક પ્લસના પ્રતિબંધને આઠ મહિના સુધી વધારવાનો નિર્ણયને માનવાનો ઇનકાર કરી દીધો હતો. જેનો અર્થ એ થયો કે ઓઇલ ઉત્પાદન વધારવાનો કોઇ નિર્ણય નહીં લેવામાં આવ્યો. વળી ઓપેકની આગામી બેઠક હવે પછી ક્યારે યોજાશે એ વિશે કોઇ નિર્મય ન લેવામાં આવ્યા. સોમવારે ઓપેકની બેઠક થવાની હતી, જેના પર વિશ્વભરની નજર હતી, કેમ કે ફ્રૂડના ઓછા ઉત્પાદનથી વિશ્વભરમાં પેટ્રોલિયમ પદાર્થોની કિંમતોમાં રેકોર્ડ વધારો થઇ રહ્યો છે.

ક્રૂડતેલના વધતા ભાવને કારણે હાલમાં કેટલાક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને વટાવી ગઈ છે. ડીઝલના ભાવ પણ તેમની સર્વાધિક ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. ગયા વર્ષે, જ્યારે કોરોનાને કારણે તેલના ભાવમાં ઘટાડો થયો હતો, ત્યારે સરકારે માર્ચથી મે સુધી તેલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો. પેટ્રોલ પર એક્સાઇઝમાં 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયાનો વધારો કરાયો હતો. આ પછી, પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 32.98 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી 28.35 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. અલબત્ત, સરકાર વેરા દ્વારા ખૂબ કમાણી કરી રહી છે, પરંતુ સામાન્ય લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 99 ,  1