લાલ નિશાન પર ખૂલ્યુ બજાર, સેન્સેક્સ 133 અંક ગગડ્યો

સેન્સેક્સ 0.19 અને નિફ્ટીમાં 0.12 ટકાની નબળાઈ જોવામાં

આજે ગુરૂવારે શેરબજાર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યું છે. શરૂઆતમાં સેંસેક્સ 133 પોઈન્ટ ગબડીને 50,122 પર ખુલ્યુ હતુ. નિફ્ટીની વાત કરીએ તો 25 અંક નીચે જઈને તે 14,764ના સ્તર પર ખુલ્યુ હતું.

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 50200 ની નીચે જ્યારે નિફ્ટીએ 14,733.50 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ 0.19 અને નિફ્ટીમાં 0.12 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.

સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.62 ટકાની મજબૂતી દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.81 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.49 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 97 અંક એટલે કે 0.19 ટકાના ઘટાડાની સાથે 50158.75 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 17.50 અંક એટલે કે 0.12 ટકા ઘટીને 14772.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ગઇકાલે શેરબજાર સતત ત્રીજા દિવસે સારી સ્થિતિ દર્જ કરાવી બંધ થયું હતું. સેન્સેક્સ 458 અંક વધીને પ્રથમ વખત 50,255.75 ની સપાટીએ બંધ રહ્યો હતો. ગઇકાલના કારોબાર દરમ્યાન ઇન્ડેક્સ 50,526.39 ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી ઈન્ડેક્સ પણ 142 અંક વધીને 14,789.95 પર બંધ રહ્યો છે. બંને ઇન્ડેક્સ આજે 0.9% વૃદ્ધિ દર્જ કરાવી બંધ થયા છે.

 65 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર