ભારતીય ટીમને વધુ એક ફટકો, ઓપનર લોકેશ ઇજાને કારણે શ્રેણી માંથી બહાર

ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ સીરિઝની મધ્યમાં બીજો મોટો ઝટકો લાગ્યો છે. ઓપનર અને વિકેટકીપર લોકેશ રાહુલ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ મંગળવારે તેની પુષ્ટિ કરી છે.

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ દરમિયાન રાહુલના ડાબા હાથના કાંડામા ઈજા થઈ છે. તેને રિકવર થવા માટે ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા લાગશે. તે ટૂંક સમયમાં દેશ પરત ફરશે. BCCIએ હજી સુધી રાહુલના રિપ્લેસમેન્ટ અંગે કોઈ માહિતી આપી નથી.

 45 ,  1