JNUમાં ફરી લાગ્યા ‘આઝાદી…આઝાદી’ ના નારા, સેના વિશે પણ કહ્યા અપશબ્દો

દેશ આખામાં જમ્મુ કાશ્મીરને અલગ દરજ્જો આપતી કલમ 370 હટાવવાના પ્રસ્તાવની ઉજવણી થઈ રહી હતી ત્યારે સોમવારની મધરાતે ફરી એક વખત દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેટલાક ગદ્દારોએ માથુ ઉંચક્યુ હતુ.

કાશ્મીરને અપના અલગ સંવિધાન, તેનો અલગ કાયદો બનાવવા જેવી છૂટ આપનાર આર્ટિકલ-370ને દૂર કરવામાં આવ્યો છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના પુર્નગઠન બિલને પણ રાજયસભામાં મોદી સરકારે પાસ કર્યું છે, આજે આ બિલ પર લોકસભામાં ચર્ચા થશે.

JNUમાં સરકારના નિર્ણયના વિરોધમાં ફરી એક વખત આઝાદી આઝાદીના નારા લાગ્યા હતા. કેટલાક લોકોએ અંધારામાં નારાબાજી કરી હતી અને સરકારે કલમ 370 હટાવવાના લીધેલા નિર્ણયને પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી. આ માંગણી કરનારાઓએ સેના માટે પણ અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો.

જેએનયુથી કથિત ક્રાંતિનો ઝંડો ફરકાવનારોઓની ભાષા ખૂબ જ ખરાબ હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમણે સેનાને લઈને ખૂબ જ અપશબ્દો વાપર્યા હતા. હદ તો ત્યારે થઈ ગઈ જયારે જેએનયુમાં લાલ સલામનો નારો બુલંદ કરનાર મુઠ્ઠીભર લોકોએ પોતાને હિન્દુસ્તાની હોવાનું કહેવાનો પણ ઈન્કાર કર્યો.

જોકે એ પહેલા દિવસ દરમિયાન વિદ્યાર્થીઓના એક જૂથે કલમ 370 હટાવવાના સરકારના નિર્ણયની ખુશીમાં ફટાકડા પણ ફોડ્યા હતા.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી