પેપર લીક અને કોરોના સહાય મુદ્દે વિપક્ષનો સરકાર પર પ્રહાર

‘સરકાર કહે છે 10 હજાર મૃત્યુ થયા છે તો પછી 22 હજારને સહાય કેમ..?’

આ કોઇ પ્રથમ પેપર લીક નથી, પરંતુ વર્ષ 2014થી સતત પેપરો લીક થતાં આવ્યા – જગદીશ ઠાકોર

ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું છે કે આ કોઇ પ્રથમ પેપર લીક નથી પરંતુ વર્ષ 2014થી સતત પેપરો લીક થતાં આવે છે. તેમજ આજ દિન સુધી કોઇ પણ પેપર લીક મુદ્દે તપાસમાં કોઇ અધિકારી કે કર્મચારી સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

તેમણે આક્ષેપ કર્યો કે સરકાર આડકતરી રીતે ગુનેગારોને મદદ કરે છે. તેમજ યુવાનોને પણ હવે સરકારમાંથી વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. તેમને લાગે છે કે માત્ર લાગવગ વાળા લોકોને જ નોકરી મળે છે. આ પૂર્વે 25 લાખ ફોર્મ ભરાતા હતા જે હવે ઘટીને 10 લાખ થઈ ગયો છે.

સ્મશાનની ભઠ્ઠી સતત ધમધમીત રહી – જગદીશ ઠાકોર

કોરોના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, સ્મશાનની ભઠ્ઠી સતત ધમધમીત રહી. 4 લાખની જગ્યાએ 50 હજારની સહાય કેમ? સરકાર કહે છે 10 બજાર મૃત્યું થયા છે તો પછી 22 હજારને સહાય કેમ? આ તમામ મુદ્દાને સ્વીકારવા સરકાર તૈયાર નથી.

કોરોના અંગે વ્યવસ્થા પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે સવાલ ઉઠાવ્યા હતા. કોરોનાની સમગ્ર આફતથી તમામ લોકો પરિચિત છે. કુદરતી આફત અને સરકારની બેદરકાર દ્વારા ઉભી થતી આફત હોય, સરકારની બેદરકારીવાળી આફત કોરોના છે. સારવારથી લઈને અંતિમવિધિ સુધી લાઈનો લાગી હતી. ભઠ્ઠી બળીને ખાક થઈ ગઈ. અનેક લોકો મોતને ભેટ્યા. સરકાર સ્વીકારવા તૈયાર નથી. અમે કેટલાક જિલ્લાના ગામા આશ્વાસન આપવા ગયા. ત્યાં લોકોએ કહ્યું કે 15 થી 20 દિવસમાં 110 લોકોના મોત થયા. જે ઘડીની કલ્પના ન થઈ શકે. કોંગ્રેસે કોવિડ સામે યાત્રા કાઢી. સરકાર આંકડા વ્યવસ્થા છુપાવતી. કોવિડમાં 1 લાખ લોકોના ઘરે કોંગ્રેસે મુલાકાત કરી. માહિતી મેળવી 3 લાખ આંકડો હતો જેમાં 1 લાખને મળ્યા, જેમાં 10 હજારનો આંકડો સહાય માટે હતો તેમાં 20 હજાર ઉપરને સહાય આપી. બીજું 4 લાખ સહાયની જોગવાઈ હતી તેની સામે 50 હજારની જોગવાઈ કરી. 

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી