September 26, 2020
September 26, 2020

રાહુલ ગાંધીએ અમિત શાહ માટે કરી પ્રાર્થના, ‘દીદી’એ પણ જલ્દી સ્વસ્થ થવાની કરી કામના..

રાહુલ ગાંધી અને CM મમતા બેનર્જી સહિત વિપક્ષના નેતાઓએ જલ્દી સાજા થવા પ્રાર્થના કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળતા જ પક્ષ અને વિપક્ષના તમામ મોટા-મોટા નેતાઓ તેમને જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

અમિત શાહને કોરોના હોવાની જાણ થતા જ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીયમંત્રી મંડળના સાથીઓએ ટ્વિટ કરી તેમના સ્વસ્થ થવાની કામના કરી હતી.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે, “અમિત શાહ જલ્દીથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા.”

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ અમિત શાહ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.

અમિત શાહને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે.

કોરોના મહામારીથી પુરી દુનિયા પરેશાન છે. ભારતમાં પણ કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. કોરોના વાયરસના રોજે-રોજ હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ જાણકારી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી છે.

અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું છે કે, કોરોનાના શરૂઆતના લક્ષણો જણાતા મે કોરોના ટેસ્ટ કરાવ્યો છે, અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબીયત સારી છે, પરંતુ ડોક્ટરની સલાહ મુજબ હું હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું.

 85 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર