September 20, 2021
September 20, 2021

OBC સમૂદાયને મોટી ભેટ, લોકસભામાં અનામત સાથે જોડાયેલું બીલ પસાર

મહારાષ્ટ્રમાં મરાઠા સમૂદાય, ગુજરાતમાં પટેલ સમુદાયને અનામત મળશે 

ચોમાસુ સત્રના છેલ્લા સપ્તાહના પહેલા દિવસે સરકાર ઘણા કાર્ય પૂરા કરવાની તૈયારીમાં છે. સોમવારે સરકાર રાજ્યોને ઓબીસીની યાદી બનાવવાનો અધિકાર આપનાર 137મું બંધારણ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારે લોકસભામાં ઓબીસી સમૂદાયને અનામત આપતું બીલ રજૂ કર્યું હતું જે સર્વસંમતિથી પસાર થઈ ગયું હતું. વિપક્ષોએ પણ આ બીલને પૂરતો ટેકો આપતા સરકારનું કામ સરળ બન્યું હતું. આ બીલ પસાર થયુ હોવાથી હવેથી મહારાષ્ટ્રમાં મરાઠા સમૂદાય, ગુજરાતમાં પટેલ સમૂદાય, હરિયાણામાં જાટ સમૂદાય તથા કર્ણાટકના લિંગાયત સમૂદાયના ઓબીસી વર્ગમાં સામેલ થવાની શક્યતા ઉજળી બની છે. 

આ બિલ પસાર થવાથી હવે રાજ્ય સરકારને અધિકાર રહેશે કે રાજ્ય તેના અનુસાર જાતિઓને સૂચિત કરી શકે. સંસદમાં બંધારણના આર્ટિકલ 342-A અને 366 (26) C ના સુધારાને મંજૂરી મળ્યા બાદ રાજ્યોને આ અધિકાર મળ્યો છે. આ અધિકારનો ઉપયોગ કરીને, મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય, હરિયાણામાં જાટ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ઓબીસી શ્રેણીમાં સમાવવાની તક મળી શકે છે. તે જાણીતું છે કે આ તમામ જાતિઓ લાંબા સમયથી અનામતની માંગણી કરી રહી છે, જો કે, સુપ્રીમ કોર્ટ તેમની માંગણીઓ પર સ્ટે મૂકી રહી છે. આ બિલ પસાર થયા બાદ હવે આ જાતિઓની માંગણીઓ પૂરી થઈ શકે છે.

હકીકતમાં, રાજ્ય સરકારો પોતે OBC ની યાદી નક્કી કરે છે. જ્યારે કેન્દ્રીય સેવાઓ માટે, કેન્દ્ર અલગથી કરે છે. કોર્ટે 5 મેના બહુમતી આધારિત નિર્ણયની સમીક્ષા કરવાની કેન્દ્રની અરજી ફગાવી દીધી હતી, જેમાં 102 મો બંધારણીય સુધારો નોકરીઓ અને પ્રવેશમાં ફરક લાવશે.

કયા સમુદાયને લાભ મળશે 

– મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય

– ગુજરાતમાં પટેલ સમુદાય

– હરિયાણામાં જાટ સમુદાય

– કર્ણાટકના લિંગાયત સમુદાય

ઓબીસી બિલની આ અસર થશે

 50 ,  1