ઉન્નાવ દુષ્કર્મઃ લોકસભા બહાર વિપક્ષી સાંસદોએ કર્યા સુત્રોચ્ચાર

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના રોડ એક્સિડન્ટના કારણે આજે મંગળવારે લોકસભામાં હોબાળો થયો હતો. વિપક્ષી સાંસદોએ ગૃહમાં ‘વડાપ્રધાન જવાબ દો’ અને ‘બેટી પઢાઓ-બેટી બચાઓ’ના નારા લગાવ્યા હતા.

જ્યારે પ્રિયંકાએ ટ્વિટ કરીને વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે, ભગવાન માટે આ આરોપી ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગર અને તેના ભાઈને રાજકીય રક્ષણ આપવાનું બંધ કરો. હજી પણ મોડું થયું નથી.

રવિવારે પીડિતા અને તેનો પરિવાર જેલમાં બંધ કાકાને મળવા જતા હતા. ત્યારે જ રસ્તામાં એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. તેમા પીડિતાની કાકી અને માસીનું મોત થઈ ગયું છે. પીડિતા અને ગાડી ચલાવનાર વકીલની હાલત ગંભીર છે. પીડિતાએ બીજેપીના ધારાસભ્ય કુલદીપ સેંગર પર આરોપ લગાવ્યો છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી