Gujarat Asseembly session 2021 : વિધાનસભા સત્રના બીજા દિવસે પણ વિપક્ષનો હંગામો

પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થાય ત્યાં સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે હોબાળો સાથે રાજ્યમાં થયેલ મોતના આંકડાઓમાં વિસંગતતાને લઈને હંગામો મચાવી વેલમાં તમામ ધારાસભ્ય ઘસી આવ્યા હતા. હાથમાં પોસ્ટરો લઈને ધારાસભ્ય વેલમાં પ્રવેશ્યા હતા. વેલમાં આવેલ તમામ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યને અધ્યક્ષે આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રશ્નોત્તરી કાળ સુધી વિધાનસભા સ્થગીત કરવામાં આવી છે. ધારાસભ્ય વેલમાં નારાઓ લગાવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના તમામ ધતાસભ્યોનો ગૃહમા જબદસ્ત વિરોધ. પોસ્ટરો લઈને વેલમાં ધારાસભ્યો બેસી ગયા.

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી સાથે ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી. જેમાં કોરોનાના મૃતક પરિવારોને 4 લાખની સહાયની માંગ સાથે વિપક્ષે આરોગ્ય મંત્રી સહિત સરકારને ઘેરવાની કોશિષ કરી હતી. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોએ વેક્સિન અંગે પણ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું. ગૃહમાં વિપક્ષના હોબાળાને લઈને 15 મિનિટ સુધી ગૃહ મુલતવી રાખવામાં આવ્યું છે.

કોંગી ધારાસભ્યના સવાલમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં રેમડેસિવર ઈન્જેક્શનના ગેરકાયદેસર જથ્થા ના કેસો સામે આવ્યા, અમદાવાદમાં 56 વ્યક્તિઓ અને વડોદરામાં 15 વ્યક્તિઓ પાસે ગેરકાયદેસર જથ્થો પકડાયો, 54 ઈસમો સામે કોર્ટમાં કેસ દાખલ થયા જ્યારે 17 ઈસમો સામે કેસ કરવાની કાર્યવાહી ચાલુ છે.સરકારે રસીકરણ અંગે જવાબ આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેરમાં કોરોનાની કુલ 34610064 લોકોને રસી આપવામાં આવી. જેમાં 4487654 કોવિશિલ્ડ 229035 કોવેકસીન ના અને 7933 સ્પુતનિકની રસી આપવામાં આવી. જ્યારે અમદાવાદ જિલ્લા માં કુલ 1195218 કોવોશિંલ્ડ , 95951 કોવેક્સિનની રસી આપવામાં આવી.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી