ઓર નહી બસ ઓર નહીં… જવાનો કે કોફિન અબ ઓર નહીં..!!

નક્સલીઓનો ખાત્મો કરવો છે.. ! આ રહ્યો ફુલપ્રુફ પ્લાન…

એક બાજુ ડ્રોન, બીજી બાજુ ચિનૂક,ત્રીજી બાજુ રાફેલ, નીચે તોપમારો..

જંગલ કે સારે રાસ્તે બંધ ઔર સાથે મેં સારે નક્સલી ભી બંધ..!

કેટલા છે નક્સલીઓ..? ચીન જેટલા તો નથી ને..? હણી નાંખો..

નક્સલીઓને વર્ષોથી દારૂગોળો- હથિયારો, રોકેટ લોંચર,,,કોણ આપે છે..?

નક્સલીઓ પર રાજકિય દયા રખાશે તો જવાનો શહીદ થયા કરશે..

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

નક્સલ શબ્દની ઉત્પતિ પ.બગાળના એક નાનકડા ગામ નક્સલબાડી પરથી પડ્યું હોવાનું મનાય છે. આ ગામમાં ભારતીય સામ્યવાદી પક્ષના નેતાઓ ચારૂ મજમૂદાર અને કાનૂ સંન્યાલ દ્વારા 1967માં સત્તા અને સરકારની સામે એક સશસ્ત્ર આંદોલનની શરૂઆત કરવામાં આવી. નક્સલવાદ સામ્યવાદીઓના એ આંદોલનનું અનૌપચારિક નામ છે કે જે ભારતીય કોમ્યુનિસ્ટ આંદોલનમાંથી શરૂ થયું…

તમામ શોષણનો જવાબ બંદૂક છે અને બંદૂકના સહારે જ તમને ન્યાય મળશે એવી ઝેરી વિચારધારાના ઝેરી બીજ જંગલોમાં રહેતાં ભોળા, અભણ લોકોના મનમાં રોપવામાં આવ્યાં અને ત્યારથી છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, બિહાર રાજ્યોમાં નક્સલીઓ દ્વારા તાલીમબધ્ધ રીતે સુરક્ષા જવાનો પર સતત હુમલાઓ થયા છે તો તેની સામે જવાનોની ગોળીઓથી નક્સલીઓને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. આ સમસ્યા વર્ષોથી યથાવત છે અને મોટી સંખ્યામાં જવાનો શહીદ થાય ત્યારે લાલ આતંક-રેડ ટેરર-ને કચડી નાંખવાની જાહેરાતો થાય છે અને તે પછી વળતી કાર્યવાહીમાં ઘણાં નક્સલીઓ માર્યા પણ જાય છે.

હાલમાં છત્તીસગઢના બીજાપુર-સુકમામાં નક્સલીઓએ 24 જવાનોને શહીદ કરી નાંખ્યા તે અગાઉની એક ઘટનામાં પાંચ જવાનો નક્સલી હુમલામાં શહીદ થયા હતા. પણ મિડિયાનું એટલુ ધ્યાન ના ગયુ અને મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા ત્યારે ધ્યાન ખેંચાયું. જો કે હાલમાં પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ ચાલી રહી છે એટલે કેન્દ્ર સરકાર નક્સલીઓ પર મોટી કાર્યવાહી કરશે અને કરવી જ જોઇએ તથા અગાઉ પણ વળતી કાર્યવાહી થઇ છે અને મોટી સંખ્યામાં નકેસલીઓને હણી નાંખવામાં આવ્યાં છે છતાં નક્સલીઓની સંખ્યા ઓછી થતી નથી. તેમને સ્થાનિક સ્તરેથી બંદૂકના શોખીન લોકો મળી જાય છે. તેમને બંદૂક ચલાવવાની અને જમીનમાં સુરંગો બિછાવવાની તાલીમ આપવામાં આવે છે. સ્થાનિક ચૂંટણીઓમાં તેઓ અસર પણ બતાવે છે.

દેશમાં આ સમસ્યા પહેલાંથી ચાલતી આવી રહી છે. તેને જડમૂળથી ઉખેડી નાંખવામાં આવી હોત તો ભારતના રાજકીય શબ્દકોશમાંથી, ન નક્સલીનો ન..નિકળી ગયો હોત.!! મોદી સરકારે બીજાપુર-સુકમા નક્સલી હુમલાની ખૂબ ગંભીર નોંધ લઇને તેની સામે કાર્યવાહી કરીને તેને તેના અંજામ સુધી પહોંચાડવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. અલબત, વળતી કાર્યવાહીમાં સમય લાગે છે. કેમ કે ઉતાવળે સફળતા ના મળે.

કોણ છે આ નક્સલીઓ..? તેઓ પરદેશી નહીં મૂળ ભારતના જ છે,. છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોના જંગલોમાં રહે છે. નોટબંધીની તેમના ઉપર અસર પડી હતી. પરંતુ લૂંટમાર અને બેંક લૂંટીને તેઓ પાછા લડવા માટે તૈયાર થઇ ગયા. તેમની પાસે હથિયારો, કારતૂસો, વિસ્ફોટક સામગ્રીઓ, આઇઇડી સુરંગ માટેની સામગ્રી અને તાલીમ કોણ આપે છે..? આ વખતના હુમલામાં તો નક્સલીઓએ રોકેટ લોંચરનો ઉપોયગ કર્યો હોવાના અહેવાલ છે. એલએમજી એટલે કે લાઇટ મશીન ગનનો ઉપયોગ કર્યો છે. આવા ઘાતક હથિયારો તેમને કોણ પહોંચાડે છે..? નક્સલીઓ સુરક્ષા જવાનો પરના હુમલામાં સફળ થાય તે માટેની તેમને ગોપનીય માહિતી કોણ આપતા હશે..? તેમને લોજીસ્ટીક ટેકો કોણ અને ક્યાંથી મળે છે..?

સવાલો અનેક… પણ જવાબ એક. અને તે ત્યાંના સ્થાનિકો કદાજ સારી રીતે જાણતા હશે. ચૂંટણીઓમાં નક્સલગ્રસ્ત વિસ્તારોમાં મતદાન થતું નથી અને મતદાન થાય તો કોને વોટ આપવો તેવા ફરમાનો નક્સલીઓ દ્વારા કેમ બહાર પાડવામાં આવે છે..? આ સવાલોને એક બાજુએ મૂકીને કેન્દ્ર સરકારે ઓપરેશન બાલાકોટની જેમ સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા આ સમસ્યાને જડમૂળથી ઉખેડી નાંખવાની ચોક્કસ યોજના બનાવી જ હશે. અને ટૂંક સમયમાં તેના અહેવાલો પણ મિડિયામાં આવશે.

ભારત પાસે આવા દેશદ્રોહીઓનો સફાયો કરવા માટેનું મજબૂત મનોબળ અને પ્રબળ ઇચ્છાશક્તિ છે જ. કેમ કે પુલવામાં બાદ ભારતે પાકિસ્તાનને ખોંખરો કરી નાંખ્યો હતો. તે પછી ભારતના કોઇ મહત્વના વ્યહાત્મક સૈન્ય સ્થળો પર આતકી હુમલા થયા નથી. છિટપુટ આતંકીઓ દ્વારા હુમલા થયા કરે છે. અને આપણાં જવાનો તેનો બરાબરનો જવાબ આપે છે. ભારતે નક્સલીઓના ખાત્મા માટે આધુનિક સાધન ડ્રોનનો ઉપયોગ કરવો જોઇએ. આપણાં ઉપગ્રહો દ્વારા નક્સલીઓના અડ્ડાઓની માહિતી કે ડેટા એકત્ર કરીને બાલાકોટની જેમ અમેરિકાથી લાવવામાં આવેલા હેલિકોપ્ટરોનો ઉપયોગ કરીને સફાયો કરી દેવો જોઇએ. ભારત સરકાર એક જ રાફેલ વિમાન નક્સલી વિસ્તારોમાં ઓછી ઉંચાઇએ ઉડાતે તો પણ નક્સલીઓના હાજા ગગડી જાય અને તેઓ શરણાગતિ માટે તૈયાર થઇ જાય..

આ રહ્યો નક્સલીઓના ખાત્માનો રસ્તો અને પ્લાન…આઇએ દેખતે હૈ..

નક્સલી વિસ્તારોમાં એક પછી એક મજબૂત ડ્રોન દ્વારા તેમનું લોકેશન મેળવવુ, અમેરિકન હેલિકોપ્ટર ચિનૂક દ્વારા ઉપરથી ગોળીબારો, રાફેલની ઘરરાટી, જમીન માર્ગે જવાનો, જંગલમાંથી નિકળવાના તમામ રસ્તાઓ બંધ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તોપમાં બેઠા હતા તેવી તોપો સૌથી આગળ, પાછળ બુલેટપ્રુફ ગાડીઓમાં બુલેટપ્રુફ જેકેટ સાથે જવાનો, ઉપગ્રહ દ્વારા નીચે દુશ્મનોની મૂવમેન્ટ પર નિગરાની આવુ બધુ એક સાથે એક જ દિવસમાં થાય ને… સોગંદ મૂઝે શ્રીરામ કી… એક પણ નક્સલી નહીં બચે. તેમની પાસે ચીનના લશ્કરની જેટલો દારૂગોળો કે યુવાનો હશે જ નહીં. બે અઢી હજારની સંખ્યામાં હશે. માનો કે વધારે પણ હશે. તેમ છતાં ભારતની આ વળતી કાર્યવાહી સામે તેઓ ક્યાં સુધી ટકશે..? આપણાં જવાનોને નિર્દયતાથી હણી નાંખનારા નક્સલીઓ જરાપણ દયાને પાત્ર નથી. આપણાં 24 જવાનોના પરિવાર પર કેવી આપત્તિ આવી પડી…તેમને શહીદ કરનારા નક્સલીઓના ઢગલાબંધ ખાત્માથી નક્સલીઓને કોઇ ફેર પડવાનો નથી.

બાલાકોટ બાદ પાકિસ્તાન જેવુ પાકિસ્તાન સીધુ થઇ જતુ હોય તો નક્સલીઓની તો તમામ માહિતી સુરક્ષા એજન્સીઓ પાસે હશે જ. તો દેર કાહે કી કરો કંકુના…500-1000 નક્સલીઓની લાશોનો ઢગલો કરી નાંખો…નક્સલીઓના હાથે શહીદ થયેલા આપણાં જવાનોની આત્માને, પુલવામાંમાં શહીદ થયેલા જવાનોની આત્માની જેમ તેમને પણ શાંતિ મળશે. ક્યા કહતે હો..? નિકાલ વહી શોલેવાલા સિક્કા..નક્સલીઓ, હવે તમારી ખેર નથી…બસ…બહુ થયું…!

ઓર નહી બસ ઓર નહીં… જવાનો કે કોફિન અબ ઓર નહીં.

દિલ મેં જગા નહીં બાકી…છોડ મિસાઇલ અબ તો ખાકી..!

-દિનેશ રાજપૂત

 52 ,  1