શેર બહાદુર દેઉબાને 28 કલાકમાં PM નિયુક્ત કરવાના આપ્યા આદેશ

નેપાળની સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન કેપી શર્મા ઓલીને આપ્યો ઝટકો

ભારતના પાડોશી દેશ નેપાળમા ફરી રાજકીય હલચલ જોવા મળી રહી છે. નેપાળમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે નેપાળી સુપ્રીમ કોર્ટએ મહત્વનો આદેશ કર્યો છે. કોર્ટે વર્તમાન વડાપ્રધાન કેપી શર્મા ઓલીને ઝાટકો આપતા કહ્યું કે, આગામી 28 કલાકમાં શેર બહાદુર દેઉબાને પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવશે.

નેપાળમાં કેપી શર્મા ઓલીની આગેવાની હેઠળની વર્તમાન સરકારે છેલ્લા પાંચ માસમાં બીજી વાર સંસદમાં બહુમતી ગુમાવી છે આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક નવી સરકાર બનાવવા કહ્યું છે.

નેપાળની સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોની સંવૈધાનિક પીઠે નિર્દેશ આપ્યો છે કે, 28 કલાકની અંદર જ નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબાને પ્રધાનંમત્રી નિયુક્ત કરવામાં આવે. લગભગ 150 સાંસદોએ આ પક્ષમાં હસ્તાક્ષર કર્યા હતાં.

નોંધનીય છે કે, નેપાળની રાષ્ટ્પતિ બિધા દેવી ભંડારીએ મે માસમાં 275 સભ્યોની સંસદને ભંગ કરી દીધી હતી જેને પગલે બાદમાં નવેમ્બરમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. રાષ્ટ્પતિના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજી કરવામાં આવી હતી.

 67 ,  1