કોરોના સામે AMCનો વધુ એક નિર્ણય, શહેરના તમામ બાગ બગીચા અને પ્રાણીસંગ્રહાલય બંધ કરવા આદેશ

કોરોના બેકાબુ થતાં બાગબગીચા, કાંકરિયા તળાવ આવતી કાલથી બંધ

વધતા જતાં કોરોના સંક્રમણને લઇ અમદાવાદ કોર્પોરેશને વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. સંક્રમણને રોકવા આવતીકાલથી બાગબગીચા, કાંકરિયા તળાવ અને પ્રાણીસંગ્રહાલયને બંધ કરવા આદેશ આપ્યો છે. આગામી નિર્ણય ના લેવાય ત્યાં સુધી શહેરના તમામ બાગ- બગીચા, કાંકરિયા તળાવ અને પ્રાણીસંગ્રહાલય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્યમાં ફરી એકવાર અમદાવાદ સહિતના ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂની સમય મર્યાદા વધારવામાં આવી છે અને રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગું કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે મહાનગરોના કમિશ્નરોને કોરોનાનું સંક્રમણ અટકાવવા જરૂરી પગલા ભરવા માટે છૂટ આપવામાં આવી છે. 

ગુજરાત સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા પગલા ભરવાની છૂટ આપતાં જ અમદાવાદ કોર્પોરેશન પણ હરકતમાં આવી ગયું છે તેમજ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા તમામ બાગ બગીચા અને પ્રાણીસંગ્રહાલય બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી કાલથી આગામી નિર્ણય સુધી તમામ જાહેર સ્થળો જનતા માટે બંધ રહેશે. ભીડ એકઠી થતા સંક્રમણ ફેલાવવાની આશંકાના પગલે નિર્ણય લેવાયો છે. 

રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને મેચના કારણે કોરોનાના કેસો વધ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને વડોદરા ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની સમય મર્યાદામાં વધુ બે કલાકનો વધારો કર્યો છે. એટલે કે હવે ચારેય મહાનગરોમાં આજથી રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.

 76 ,  2