સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી ઝડપી બનાવવા આદેશ

કૃષિ મંત્રી રાઘવજી પટેલે પદભાર સંભાળ્યો

કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી હંસરાજ પટેલે આજે સ્વર્ણિમ સંકુલ-1 ગાધીનગર ખાતે વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે. આજે શનિવારે પૂજન અર્ચન કરીને તેઓએ વિધિવત પ્રવેશ કર્યો છે. મંત્રી તરીકેનો ચાર્જ સાંભળ્યા બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલ એક્શનમાં આવ્યા છે. જામનગર અને સૌરાષ્ટ્રના અતિભારે વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં સર્વેની કામગીરી ઝડપી બનાવવા આદેશ આપ્યા છે. 

નુકસાનીના અંદાજ પ્રમાણે ખેતી, પશુપાલન અને માલસામાન ને થયેલ નુકસાનીની સહાય ચૂકવાશે. જામનગર અને સૌરાષ્ટ્રના ભારે વરસાદ પ્રભાવિત વિસ્તાર નુકસાની સદર્ભે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી સાથે કૃષિ વિભાગની બેઠક યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને કૃષિ વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે.

મંત્રી રાઘવજી પટેલે પદભાર સંભાળ્યા બાદ કહ્યુ હતુ કે, રાજ્યના કૃષિકારો, પશુપાલકો અને પાજરાપોળના ટ્રસ્ટીઓ માટે સદાય હકારાત્મક અભિગમ થકી સહાયરૂપ થવા પ્રયત્નશીલ રહીશ.

મંત્રી પટેલે પદભાર સંભાળ્યા બાદ કહ્યુ હતુ કે, રાજયના કૃષિકારો, પશુપાલકો અને પાજરાપોળના ટ્રસ્ટીઓ માટે સદાય હકારાત્મક અભિગમ થકી સંને સહાયરૂપ થવા પ્રયત્નશીલ રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. રાઘવજી હંસરાજભાઈ પટેલ, ૭૭-જામનગર (ગ્રામ્ય) મત વિભાગ (જામનગર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧લી જૂન, ૧૯૫૮ના રોજ મોટા ઇંટાળા, તા. ધ્રોલ, જિ. જામનગર ખાતે થયો હતો. તેમણે બી.એ., એલ.એલ.બી.સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને શૈક્ષણિક પ્રવૃત્તિનો વ્યવસાય સાથે સંકળાયેલા છે.અગાઉ તેઓ એ ગ્રામ ગૃહનિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવાઓ આપી છે. 

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી