કોર્ટે સીઆઇડી ક્રાઇમને 90 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો
ઇસનપુરમાં આવેલ સોસાયટીનો કોમન પ્લોટ બોગસ દસ્તાવેજના આધારે પચાઇ પાડનાર સામે ફરિયાદ નોંધવા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે સીઆઇડી ક્રાઇમને આ અંગેનો રિપોર્ટ 90 દિવસમાં કોર્ટમાં રજૂ કરવા પણ આદેશ આપ્યો છે.
ઇસનપુરમાં સમ્રાટનગરમાં દસ જુદી જુદી સોસાયટીઓ આવેલી છે. તે પૈકી એક સુંદર કોલોની કો.ઓ.હા.સો.લી. છે અને 109 સભ્યો છે. સોસાયટીમાં 3996 ચો.વારનો કોમન પ્લોટ(ખુલ્લી જગ્યા) આવેલી છે. તે જગ્યાએ સુંદર કોલોનીની છે. આમ છતા નરેન્દ્રસિંહ કલસી અને કમલજીતકૌર ચાનાએ બોગસ દસ્તાવેજી ઉભા કરી ત્યાંના ચેરમેન અને સેક્રેટરી હોવાના લેટર પેડ બનાવ્યા હતા. ત્યારબાદ બન્નેએ ખોટા ઠરાવો ઉભા કર્યા હતા અને ચેરમેન સેક્રેટરી તરીકે સહિ કરી 3996 ચો.વારનો કોમન પ્લોટ તેમના સગા અમરજીતસિંહ મોહનસિંગ કલસી તથા નરેન્દ્ર ભઘવાનદાસ નાયાકના નામે કરી દીદો હતો. નરેન્દ્રસિંહ અને મલજીતકૌરે સોસાયટીના કોઇ પણ સભ્યને મીટીંગ કે સામાન્ય સભામાં આ અંગે ઠરાવ કર્યો ન હતો અને વેચાણની મંજૂરીના બોગસ દસ્તાવેજ ઉભા કર્યા હતા.
જેમાં સાક્ષી તરીકે પણ તેમના મળતીયાઓએ સહી કરી દીધી હતી. જેથી આ મામલે સોસાયટી વતી ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પરમારે નરેન્દ્રસિંગ મોહનસિંગ કલસી, કમલજીતકૌર સમશેરસીંગ ચાના, અમરજીતસિંહ મોહનસિંગ કલસી, નરેન્દ્ર ભઘવાનદાસ નાયાક, સમશેરસિંગ ચાનના અને કૌશીક બી. નાયક સામે મેટ્રોકોર્ટમાં ફરિયાદ નોંધવા અરજી કરી હતી. જેમાં એડવોકેટ અનિલ કેલ્લાએ એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓએ બોગસ દસ્તાવેજ ઉભા કરી ખુલ્લી જગ્યાનો સોસાયટીનો પ્લોટ વેચી દીધો છે, જેના પુરતા દસ્તાવેજ પણ છે અને આરોપીઓ સામે પ્રથમદર્શિય કેસ બને છે
ત્યારે આ મામલે ફરિયાદ નોંધવા આદેશ કરવો જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે સીઆરપીસીની કલમ 156(3) મુજબ ફરિયાદ નોંધવા સીઆઇડી ક્રાઇમને આદેશ કર્યો છે.
24 , 1