ગુજરાતના ચીફ સેક્રેટરી- હેલ્થ સેક્રેટરીને આગામી સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ

ગુજરાત સરકારથી સુપ્રીમ કોર્ટ ખફા

કોરોનાના મૃતકોના પરિજનોને વળતર મુદ્દે પડતી હાલાકીને લઈને સુપ્રીમ કોર્ટ ખફા છે. ગુજરાતના ચીફ સેક્રેટરી અને હેલ્થ સેક્રેટરીને 22 નવેમ્બરે હાજર રહેવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. કોરોનાથી મૃત્યુનો સર્ટિફિકેટ આપવા માટે ગુજરાત સરકાર તરફથી બનાવેલી કમિટીથી સુપ્રીમ કોર્ટ નારાજ છે. આગામી 22મી નવેમ્બરે મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય સચિવને સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ડેથ સર્ટિફીકેટ અને વળતરની પ્રક્રિયા સરળ રાખવાનો આદેશ આપ્યો હતો. RTPCR રિપોર્ટને આધારે જિલ્લા સ્તરે વળતર આપવાનું કહ્યું હતું.

બીજી તરફ કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં ગુજરાતમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે.આવા પરિવારોને સહાય માટે સરકારની જાહેરાત કરી હતી જે બાદ હવે ફોર્મ ભરવાની શરૂ કરવામાં આવી છે આ સહાય કોરોના થયાના ૩૦ દિવસમાં મૃત્યુના કેસમાં જ મળશે. આ માટે મૃતકના પરિવારજનોએ ડેથ સર્ટિફિકેટ માટે અરજી કરવી પડશે તેમજ જે પરિવારમાં મૃતકનું કારણ કોરોના ન હોય તેમાં અલગ ફોર્મ ભરવું જરૂરી બનશે. એટલું જ નહીં સરકાર દ્વારા નિયુક્ત સમિતિ દસ્તાવેજોની તપાસ કરશે બાદમાં 30 દિવસમાં સહાયના નાણાં લોકોને મળશે.

અમદાવાદ, રાજકોટ, સુરતમાં હાલ કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનોને સહાય માટેનું ફોર્મનું વિતરણ કરાઇ રહ્યું છે. આ સાથે કોરોનાથી થયેલા મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટે ફોર્મ વિતરણ કરાઇ રહ્યું છે. અમદાવાદમાં કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 3 હજાર 357 છે. જ્યારે AMCએ માત્ર એક જ દિવસમાં 15 હજાર ફોર્મ વિતરણ માટે મૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 54 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 16 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,687 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4,25,721 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી