દહેગામઃ ભાજપ દ્વારા સભ્ય નોંધણી કાર્યક્રમનું આયોજન ..

દહેગામ શહેર અને તાલુકામાં ભાજપ પાર્ટીના આદેશ અનુસાર સભ્ય નોધણી કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતું.તેમા શહેરમાં મુખ્ય મથકો ઉપર અને બુથ વાઈઝ નોંધણી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લાનાં દહેગામ શહેરમા ભારતીય જનતા પાર્ટી દ્વારા સભ્યો નોધણીનાં કાર્યક્રમની દહેગામ ખાતે આવેલી સેવાસદન કચેરી આગળ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કોર્પોરેટરો તથા ભાજપના સક્રીય કાર્યકરો દ્વારા આ આયોજન કરવામા આવ્યુ હતુ. તેમા જે તે ભાજપનાં આગેવાનોને સભ્ય નોંધણીની જવાબદારી બુથ વાઈઝ આપી દેવામા આવી છે તે પ્રમાણે સૌ પોત પોતાની રીતે આ કાર્યક્રમમા કામગીરી શરૂ કરી દેવામા આવી છે. અને દહેગામ શહેરમા બુથ વાઈઝ ફરીને સભ્ય નોધણીનુ આયોજન શરૂ કરી દેવામા આવ્યુ છે.

દહેગામ શહેરમા છેલ્લા બે દીવસમા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ઝુંબેશ આદરતા ૧૦,૦૦૦ જેટલા નવા સભ્યોની નોધણી થવા પામી છે તેવી માહિતી દહેગામ નગરપાલિકા પ્રમુખ પાસેથી મળવા પામી છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી