પ્રાંતિજ: પાણી અને વેરાની સમસ્યાઓ માટે નગરપાલિકા ખાતે સામાન્ય સભાનું આયોજન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ ચર્ચાઓ સાથે પાણીની સમસ્યાનો મુદા સાથે વેરા વસુલાતનો મુદો મોખરે રહ્યો હતો.

પ્રાંતિજ નગરપાલિકાના સભાખંડમાં નગરપાલિકા ના પ્રમુખ ગીતાબેન પટેલ ના અધ્યક્ષતામા સામાન્ય સભા ની બેઠક યોજાઇ હતી જેમાં કારોબારી અધ્યક્ષ કોકીલાબેન વિજરભાઇ પટેલ તથા ઉપપ્રમુખ નયનભાઇ દેસાઇ, ચીફ ઓફિસર વિશાલ ભાઇ પટેલ નગરપાલિકા કોર્પોરેટર અરવિંદભાઇ પરમાર, દિપકભાઇ કડીયા, કોર્પોરેટર ધવલભાઇ રાવલ, વિરોધ પક્ષ ના નેતા અને કોર્પોરેટરો દિપ્તીબેન બ્રહ્મભટ્ટ તથા કોરપોરેટ નિખિલભાઇ પટેલ સહિતના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યાં હતાં.

જેમાં પીવાના પાણીની વધતી જતી સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી અને નગર માં મળતો પાણી પુરવઠો આતરા દિવસે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં વેરા વસુલાત અંગેની એજન્સી નિમવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

તો સ્ટ્રીટ લાઇટ સર્વિસ ભુતિયા નળ કનેકશન તેમજ વિવિધ પ્રજાલક્ષી ફરીયાદો અંગે ની ચર્ચાઓ વિચારણા કરવામાં આવી હતી તો પ્રાંતિજ નગરમા નગરપાલિકા વિસ્તાર માં UGVCL તેમજ BSNL કંપની દ્વારા ઉભા કરવામાં આવેલા વીજ પોલ તેમજ પાથરેલા કેબલ અંગે ટેક્ષ વસુલાત અંગેનો મુદો ચર્ચાઓ કરવામાં આવી હતી અને પ્રાંતિજમા વિકાસ લક્ષી કામો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી