મહેસાણાઃ બલોલ ખાતે પાટીદાર જાગૃતિ સંમેલનનું આયોજન

સરદાર પટેલ સેવાદળનાં અધ્યક્ષ લાલજીભાઈ પટેલની અધ્યક્ષતામાં પાટીદાર જાગૃતિ સંમેલન બલોલ ખાતે કરવામાં આવ્યું હતું.જેનો હેતુ પાટીદાર સમાજની દીકરીઓને જાગૃત કરવાનો હતો.

SPG મહિલા સંગઠન ના સંયોજક અંજુબેન પટેલની આગેવાનીમાં દિવાનપુરા , લિંચ બાદ બલોલ માં પાટીદાર મહિલા જાગૃતિ સંમેલનમાં સમાજની દીકરી ઓને જાગૃત કરવા દીકરીઓએ નાટક કરી સર્વે સમાજને લાગુ પડે એવું સુંદર ભજવી દરેક સમાજને સંદેશો મળે એવું આયોજન કર્યું હતું..

અંબાલા ગામની પાટીદાર સમાજની દીકરી નામે પૂજા પટેલ જે યોગા કવિન નામથી ઓળખાય છે જે પાછલાં દિવસોમાં એશિયામાં યોગાશનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો એની આ અદ્વિતીય સફળતાને બિરદાવવા SPG ગ્રુપના અધ્યક્ષ લાલજીભાઈ પટેલનાં વરદ હસ્તે સન્માન પત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા. સામે SPG મહિલા સંગઠન ના સંયોજક અંજુબેન પટેલ એ પણ એક શિલ્ડ આપી પૂજા પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું.

મહેસાણા જિલ્લા ના SPG પ્રમુખ રીંકેશભાઈ અને SPG ટિમ એ લાલજીભાઈ પટેલ ના દિશા સૂચન થી કાર્યરત રહી પાટીદાર જાગૃતિ મહિલા સંમેલન ને સફળ બનાવી પાટીદાર સમાજ ને સંદેશો આપ્યો કામ કરવાથી સફળતા 100 ટકા મળે છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી