અમદાવાદ : બીલાસીયા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના પાંચમાં શિક્ષિત જીવનસાથી પસંદગી મેળાનું આયોજન

ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર

અમદાવાદ નજીક બીલાસીયા ગામ ખાતે રવિવારે ખોડીયાર ફાર્મમાં ક્ષત્રિય ઠાકોર સમાજના પાંચમાં શિક્ષિત જીવનસાથી પસંદગી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સમાજના અગ્રણીઓનો સન્માન સમારોહ તથા સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજાયો હતો. સાથે જ જીવનસાથી પસંદગી મેળામા મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ જોડાયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત આયોજક દિનેશસિંહ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ક્ષત્રિય ઠાકોર સમાજના પાંચમાં શિક્ષિત જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી શિક્ષિત યુવક – યુવતીઓ પોતાના પરિવાર સહિત આ કાર્યક્રમમાં જોડાયા હતા. આયોજક દિનેશસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ આયોજન ખુબ જ સફળ રહ્યો હતો.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી