ઓસામા બિન લાદેનનો દીકરો ઠાર મરાયો…

આતંકી ઓસામા બિન લાદેનના દીકરો ઠાર મરાયો છે. યુએસ મીડિયા રિપોર્ટ પ્રમાણે, ત્રણ અધિકારીઓએ હમજાના મોતની પુષ્ટી કરી છે.યુએસ મીડિયાએ અમેરિકાના પદસ્થ અધિકારીઓના હવાલાથી આ દાવો કર્યો છે. હમજાનું મોત ક્યાં અને ક્યારે થયું તે અંગેની માહિતી અધિકારીઓએ આપી નથી.

મહત્વનું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હમજાના મોતની પુષ્ટી કરી નથી. આ ઉપરાંત તેમણે આ અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.ન્યૂયોર્ક ટાઈમ્સના બે અમેરિકી અધિકારીઓના હવાલાથી હમજાની મોતનો દાવો કરવામાં આવ્યો છે. ટાઈમ્સે લખ્યું કે, અમેરિકાના એક ઓપરેશન દરમિયાન હમજા ઠાર મરાયો છે.

માર્ચ,2019માં અમેરિકાએ હમજા પર 10 લાખ ડોલર(અંદાજે 7.1 કરોડ રૂપિયા)નું ઈનામ આપવાની જાહેરાત કરી હતી.અમેરિકાએ કહ્યું હતું કે, હમજા પિતાની મોતનો બદલો લેવા માટે અમેરિકા સહિતના સહયોગી દેશો પર હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યો છે. સાઉદી અરબે પણ હમજાની નાગરિકતા રદ કરી દીધી હતી.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી