અલ્યા ચીનાઓ, શું ધાર્યુ છે તમે..? હવે પછી કયો ક્રોન છે..?!

માંડ દુનિયા થાળે પડી ત્યાં વળી ઓમિક્રોન…

ચીનનો માલ તકલાદી પણ વાઇરસ..મારા બેટાઓએ..

વિદેશના ઘણાં દેશોમાં પાંચમી લહેર ચાલે છે..

વાઇરસ હૈ કી માનતા નહીં..મુશ્કિલ બડી હૈ..

ટારઝને જંગલમાં બુમ પાડી-ઉઉઉઉઉઉ..ઓ..ઓ..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

2 ડિસેમ્બર 2021ના રોજ ચીનની વસ્તી 144,71,90,692 હતી. 2050માં ચીનની વસ્તી વધીને નહીં પણ ઘટીને 140 કરોડની આસપાસ પહોંચશે. શરમાળ ભારતની વસ્તી 2050માં કેટલી પહોંચશે એનો અંદાજ લગાવવા મોજ કરો મસ્તી કરો પણ જે દેશની ચીજવસ્તુના ટકાઉપણ અંગે હળવી મજાકમાં એમ કહેવાય છે કે ચીનની ચીજ-વસ્તુ ચાલે તો રાતભર નહીંતર જિદગીભર.. તકલાદી માલ માટે પ્રખ્યાત ચીનાઓએ ખબર નહીં શું ધારીને.. શું ખાઇને… એવો ફૌલાદી મજબૂત વાઇરસ બનાવ્યો કે માંડ માંડ ભારત સહિત દુનિયાના મોટા ભાગના દેશોએ રાહત કી સાંસ લી કી હાશ… હવે રોના ધોના કો-રોના ગિયો… પણ ત્યાં તો વળી દ.આફ્રિકામાંથી દુનિયાને, ટારઝન જંગલમાં બુમ પાડે તેમ-ઉઉઉઉઉઉ… ઓ..ઓ..ઓ..ઓ…ઓમિક્રોન….!

સાંભળવામાં કોઇ કંપનીનું નામ જેવુ લાગે છે-ઓમિક્રોન. કમ સે કમ રોના ધોના કોરોના કરતાં તો સાંભળવામાં સારૂ લાગે છે પણ તે છે તો મૂળ વાઇરસના જ કૂળ અને મૂળનો…ચીનાઓએ એવો વાઇરસ વહેતો મૂક્યો કે તેમાંથી સોફટવેરની જેમ નવા નવા વર્ઝન અમુક અમુક સમયે નિકળ્યા કરે….આલ્ફા…બીટા…ગામા..ડેલ્ટા….અને હવે ઓમિક્રોન….તેની મારક શક્તિથી દુનિયા હલબલી ગઇ છે…મૂળ વાઇરસ કરતાં તેની મારક શક્તિ 50 ગણી વધારે છે.. આ વાઇરસ પાછા એવા છે કે તે આપમેળે પરિવર્તિત-મ્યુટીટ- થયાં કરે છે….પોતાની મેળે તેમાં ફેરફાર થયાં કરે અને એક દેશથી બીજા દેશમાં હર્યા ફર્યા કરે…યાદ રહે વાઇરસ પોતે જતો નથી પણ માનવી તેને પોતાની સાથે લઇને હરે છે ..ફરે છે..અને પછી દાખલ થાય છે..

ડેલ્ટા વાઇરસ મ્યુટીટ થઇને ભારતથી દુનિયામાં ગયો તો દ. આફ્રિકાએ ઓમિક્રોનની સપ્રેમ ભેટ આપી-લો… લેતા જાઓ…અને જોત જોતામાં આ ઓમિક્રોન ભારત પણ આવી ગયો છે.. ફેબ્રુઆરી-2020માં કોવિડ ભારતમાં સૌથી પહેલા કેરળમાં અખાતના દેશોમાંથી આવી પહોંચ્યો હતો…ત્યારબાદ ચીનની વિસ્તારવાદી નીતિની જેમ વિસ્તરતો ગયો..વિસ્તરતો ગયો…આખા ભારતમાં આખી દુનિયામાં ફરી વળ્યો. ભારતમાં સદનશીબે ત્રીજી લહેર આવી નથી પણ વિદેશના ઘણાં દેશોમાં પાંચમી લહેર ચાલે છે..બોલો.. વાઇરસ ન હો કે સમંદર કી લહેર હો ગઇ…મૌજા હી મૌજા…મોજે દરિયા….અને દરિયામાં મોજા…

ભારતે બીજી લહેરમાંથી બોધપાઠ લઇને ઠેર ઠેર ઓકસીજન પ્લાન્ટ બનાવી નાંખ્યા એટલે ઓક્સીજનની તો જાણે કે કોઇ કમી નહીં રહે, બસ એવો કોઇ નિર્ણય ના કરે કે 108માં આવશો કે લાવશો તો જ એડમિટ કરાશે…!! બીજી લહેરમાં કોઇ અધિકારીના આવા નિર્ણયને કારણે 108ના અભાવે ઘણાંને સહન કરવુ પડ્યુ. છેવટે એ નિર્ણય પરત ખેંચીને કોઇ ચાલતા ચાલતા આવે તો પણ તેને દાખલ કરવાની વ્યવસ્થા થઇ ત્યારે હાશકારો અનુભવાયો હતો.

ચીનાઓએ વહેતા મૂકેલા વાઇરસે અમેરિકાને પણ તેની નાની યાદ આ ગઇ…ની જેમ ભારે તબાહી મચાવી. જી-7ના અમેરિકા, બ્રિટન, જર્મીની, ફ્રાન્સ, કેનેડા, ઇટાલી, જાપાન જેવા દુનિયાના ધનિક દેશો ચીનાઓ સામે લાચાર થઇ ગયા. આ દેશોમાં લખો લોકો ચાઇના બિમારીમાં હોમાઇ ગયા, અર્થતંત્રને ભારે અસર થઇ. પણ આ દેશો સહિત દુનિયાના કેટલા દેશોએ ભેગા થઇને ચીનનો બહિષ્કાર કર્યો કે ચીનીઓને પોતાના દેશમાંથા હાંકી કાઢ્યા…?! ;ચીન સામે ભાવિ રણનીતિ શું બનાવી..? ઉલટાનું ચીન આર્થિક રીતે મજબૂત બન્યો અને અમેરિકા કરતાં પણ આગળ નિકળી ગયો…!

એક કચોરી દો સમોસા ચીન તેરા ક્યા ભરોસા….ઓ દુનિયા કે રખવાલે જી-7 સંગઠન કે દેશવાલે..ચીનમાં એવો વાઇરસ છોડો કે નેહલે પે દેહલા….! અને આ કામ તો અમેરિકાનું જાસુસી તંત્ર ખૂબ સારી રીતે કરી શકે તેમ છે. ઘણા એમ માને છે કે આ નવા પ્રકારનું યુધ્ધ છે. જેને જીવાણુ યુધ્ધ-બોયોલોજી વોર- કહેવાય છે. રોના ધોના કોરોના જેવો એકાદ વાઇરસ દુશ્મન દેશમાં વહેતો મૂકો એટલે એ દેશના લોકો કાઠિયાવાડી લહેકામાં બોલે તો- ધંધે લાગી જાય…! ચીને પણ આવુ જ કર્યુ હોવાનું કહેવાય છે..મનાય છે…પણ જી-7ના દેશો ખોંખારીને બોલતા નથી.

નવો વેરિઅન્ટ ઓમિક્રોન ધીમે ધીમે પોતાના અન્ય પિતરાઇ ભાઇ ડેલ્ટાની જેમ વિશ્વ પ્રવાસે નિકળ્યો છે અને તેનો વારો પૂરો થાય તે પહેલાં ઓમિક્રોનની જેમ અંગ્રેજી મૂળાક્ષરોમાં “ઓ” પછી જે અક્ષરો આવે છે એ -પોપિક્રોન…ક્યુક્રોન…રોમિક્રોન…સોમિક્રોન…ટોમિક્રોન..યુક્રોન…વિમોક્રોન…વોમિક્રોન..એકસોક્રોન…વાયોક્રોન…અને છેલ્લ ઝોમિક્રોન……અને છેલ્લે .ખતમ. કોણ..? કાં તો ચીન..કાં તો વાઇરસ…કાં તો દુનિયા…!! ઓ દુનિયા કે રખવાલે સુન દર્દ ભરે મેરે નાલે….ચીન ને કિતને વાઇરસ હૈ પાલે…?!! ચીન વુહાનમાંની લેબમાં ઉધરસ ખાઇ ખાઇને વાઇરસ રમત રમાડે અને દુનિયા હાલમાં ઓમિક્રોન…ઓમિક્રોન…રમે..બુચે નાક વાલે તેરા મૂંહ કાલા,..

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી