કોરના વોરિયર્સ પોલીસની અવદશાઃ 140 મૃતકોં પૈકીમાં માત્ર 40ને જ સહાય મળી..

મોતને હાથમાં લઈ ફરજ બજાવી, હજુ પણ સહાયથી વંચિત

ગુજરાતમાં કોરોનાયએ કાલો કેર વર્તાવ્યો હતો. કોરોનામાં કાયદો-વ્યવસ્થાની કામગારી સાથે સંકળાયેલા અને ચાલુ ફરજે પોલીસ કર્મચારીઓ, અધિકારીયો અને એસ.આર.પી. વગેરે જવાનોં સહિત 140 ના મૃત્યુ થયા હતા. તે પૈકીમાંથી માત્ર 40 પોલીસ કર્મચારી તથા અધિકારીઓને સરકારી લાભો ચૂકવાયા છે. બાકીના મૃતકોના પરિવારજનો હજુ આ સહાય મેળવવા માટે ટટળી રહાં છે.

માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સહિતની કોરોનાની ગાઇડલાઇનની તેમજ રાત્રિ કરફ્યૂનું પાલન કરાવવાની જવાબદારી પોલીસના માથે હતી. જેના કારણે પોલીસને કોરોનાથી બચાવવા માટે ગન, માસ્કથી માંડીને સેનેટાઇઝસ્ ઉપરાંત આયુર્વેદિક ઉકાળા તેમજ દવાઓનું વિતરણ કરાયુ હતું, ડોક્ટરની ડિગ્રી ધરાવતીં. આઈ.પી.એસ. અધિકારી દ્વારા આ કર્મચારીઓને સતત માર્ગદર્શન અપાતુ હતું.

પોલીસ જવાનોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડે તો તેના માટે દરેક શહરની ક્રાઇમ બ્રાન્ચના એસીપીને નોડલ ઓફીસર તરીકે નિમણૂંક કરાઈ હતી. સામાન્ય તકલીફ ધરાવતાં પોલીસ કર્મચારીઓ હોમકવોરન્ટાઇન થઈને કોરોનાની સારવાર કરાવી હતી. ગંભીર તકલીફ ધરાવતાં કર્મચારી-અધિકારીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કોરોનામાં ફરજ દરમિયાન રાજ્યમાં 140 પોલીસ કર્મચારી-અધિકારીઓ મૃત્યુ પામ્યા હતા. આ મૃતકોં માટે સરકારી નીતિ નિયમ મુજબ નિયત કરાયેલી પ્રક્રિયા પૂર્ણ થતાં સરકાર દ્વારા 40 પોલીસ અધિકારી-કર્મચારીને કોરોના વોરિયર્સને 25 લાખ રુપયા સહિત સરકારી લાભો ચૂકવવામાં આવ્યા છે.

બાકીના વોરિયર્સની કામગીરી હાલ ચાલુ હોવાથી ટૂંક સમયમાં તેમને પણ લાભો ચૂકવાઈ જશે. કોરોનાના વોરિયર્સ તરીકે ફ્રજ બજાવતાં પોલીસ કર્મચારી-અધિકારીઓને આ લાભો તુરંત ચુકવાય તે જરુરી છે. તે માટે અગ્રતાના ધોરણે કામ કરવામાં આવે તે જોવા પોલીસવડા આશીષ ભાટીયાની સૂચનાથી પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) બ્રિજેશકુમાર ઝા દ્વારા રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને સૂચના જારી કરાઈ છે.

 24 ,  1