સુરતમાં ધીરુ લાઠિયાને રિપીટ કરાતા કાર્યકર્તાઓમાં રોષ

કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ વિરોધના સૂર ઉઠ્યા

મહાનગરપાલિકાની ચૂંટણી માટે સુરતમાં કોંગ્રેસના ઉમેદવારો ની યાદી જાહેર થતા ની સાથે જ વિરોધના સૂર ઉઠ્યા છે. સુરતના વોર્ડ નં- 17 માં કોંગ્રેસના જ જયેશ ગજેરા સહિતના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પૂર્વ કોર્પોરેટર ધીરુ લાઠીયા ને રિપીટ કરાતા કાર્યકર્તાઓ રોષે જોવા મળ્યો હતો.

કોંગ્રેસે સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ધીરુ લાઠીયાને વોર્ડ નંબર 17ના ઉમેદવાર તરીકે ગઈકાલે રાત્રે જાહેર કર્યા હતા. કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમા જ ધીરુ લાઠીયાનો વિરોધ પક્ષના કાર્યકરોએ કર્યો હતો. કાર્યકરોએ ધીરુ લાઠીયા વિરુધ્ધ કરેલા સૂત્રોચ્ચારનો વિડીયો પણ વાયરલ થયો છે.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર