અમદાવાદ ભાજપ યુવા મોરચામાં નિમણુકથી અગ્રણીઓમાં રોષ

અજાણ્યા ચહેરાઓને પ્રાધાન્ય અપાતા ધારાસભ્ય અને કોર્પોરેટરો નારાજ

અમદાવાદ શહેર ભાજપ યુવા પ્રમુખ વિનય દેસાઈ દ્વારા ૩૦મી ઓક્ટોબરના રોજ શહેરના વિવિધ વોર્ડના યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીની કરાયેલ નિમણુક સામે શહેરના વિવિધ ધારાસભ્ય અને કોર્પોરેટરો દ્વારા શહેર પ્રમુખ સહિત અનેક લોકો સમક્ષ નારાજગી વ્યક્ત કરવામાં આવી હોવાના અહેવાલ છે.

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ સમક્ષ શહેરના વિવિધ ધારાસભ્યો અને વિવિધ વોર્ડના કોર્પોરેટરોએ ફરિયાદ કરી છે કે વોર્ડમાં યુવા મોરચાના અધ્યક્ષ અને મહામંત્રીની કરાયેલ નિમણુકમાં મોટાભાગે અજાણ્યા લોકોને પસંદ કરવામાં આવ્યા છે. નરોડા વોર્ડમાં યુવા મોરચાના અધ્યક્ષ તરીકે લવ જોશીની નિમણુકથી વર્તમાન કોર્પોરેટર સહિત પૂર્વ કોર્પોરેટરો અને એએમટીએસના ચેરમેન પણ નારાજ હોવાના અહેવાલ છે. આ લોકોનું કહેવું છે કે હંસપુરા બાજુના કોર્પોરેટરની ભલામણથી બે માસ પહેલા જ પક્ષમાં આવેલા વ્યક્તિને સીધા પ્રમુખ બનાવી દેવામાં આવતા પાયાના કાર્યકરો સહિત સીનીયર લોકો પણ રોષે ભરાયા છે. આ ઉપરાંત અસારવા વોર્ડમાં પણ પૂર્વ પ્રમુખના પુત્રને જ યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણુક આપી દેવામાં આવતા વોર્ડના પૂર્વ કોર્પોરેટરો અને હોદ્દેદારોએ નારાજગી શહેર પ્રમુખ અને પ્રભારી સમક્ષ વ્યક્ત કરી છે.

 104 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી