મેઘરજમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા સંચાલકોમાં ભારે રોષ ફેલાયો

3 માસ અગાઉ ચલણથી નાણા ભર્યા હોવા છતાં આજદિન સુધી મળ્યો નથી અનાજનો જથ્થો

ગુજરાત સહિત દેશભરમાં કોરોના કાળ દરમ્યાન ગરીબોને મફત અનાજ મળી રહે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી છે પરંતુ બીજી બાજુ સસ્તા અનાજની દુકાન ધરાવતા સંચાલકોની હાલત કફોડી બની હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારોએ 3માસ અગાઉ ખાંડ અને દાળના ચલણથી નાણા ભર્યા હોવા છતાં આજદિન સુધી જથ્થો કે નાણા રિફંડ ન મળતા સંચાલકોની હાલત કફોડી બની છે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના તાલુકા મથકના ગોડાઉન ઉપરથી સસ્તા અનાજની દુકાનદારોને ઘઉં, ચોખા, ખાંડ, દાળ, મીઠુ, તેલ સહિતની ચીજવસ્તુનો જથ્થો પુરો પાડવા છેલ્લા ત્રણેક માસ અગાઉ ઓગસ્ટ માસમાં રેગ્યુલર ખાંડ અને દાળના નાણાં ચલણથી ભર્યા હતા ત્યારે મેઘરજ સરકારી ગોડાઉન ખાતે જથ્થો ઉપલબ્ધ ન હોવાથી દુકાનદારોને જેતે સમયે ખાંડનો જથ્થો પુરો પાડ્યો ન હતો.

નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખાંડનો જથ્થો કે ભરેલ નાણા આજદિન સુધી રિફંડ આપ્યા ન હોવા છતાં ચાલુ માસે દાળના નાણા ચલણથી ભરવા સંચાલકોને જણાવતા સંચાલકોમાં ભારે રોષ ફેલાયો છે.અને PMGKYનુ કૂપન ક્રેડિટ કમિશન અને માઇનસમાં ભરાવેલ ચલણના નાણા પણ આજદિન સુધી દુકાનદારોને ન ચુકવતા હાલાકી ભોગવી રહ્યા છે.

આ અંગે અરવલ્લી જીલ્લા વ્યાજબી ભાવની દુકાન એશોશીએશનના અને ફેર પ્રાઈઝ શોપ્સ ફેડરેશનના પ્રમુખ વાડીલાલ એન.પટેલે અરવલ્લી જિલ્લા કલેક્ટરને લેખિતમાં જણાવ્યુ છે કે આ અંગે નિગમ અને Nicની મીટીંગમાં પણ નાણા રિફંડ આપવા વારંવાર રજુઆત કરી છે છતાં નાણા રિફંડ જમા થયા નથી જેથી જો રિફંડ જમા નહીં થાય તો આગામી ડીસેમ્બર ૨૦૨૧ કોઈપણ દુકાનદાર ચલણ ભરશે નહીં જેથી યોગ્ય કાર્યવાહી હાથ ધરવા લેખિતમાં પણ રજૂઆત કરી છે.

રીફંડ અને ક્રેડિટ કમિશન અંગે મેઘરજ નાયબ પુરવઠા મામલતદાર પંકજભાઈએ જણાવ્યુ કે મેઘરજ તાલુકાના સસ્તા અનાજની દુકાનદારોએ તાલુકા કક્ષાએ રજૂઆત કરી છે. તેમની રજુઆત ઉચ્ચ કક્ષા સુધી કરી છે. જિલ્લા કક્ષાએથી રજૂઆત કરી છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી