ભીખ માંગનાર યુવક બન્યો રાતોરાત કરોડપતિ…

અંબાલા : કેન્ટના રસ્તાઓ પર બે વર્ષથી ભીખ માંગનારો એક યુવક આઝમગઢના કરોડપતિ પરિવારનો સભ્ય હોવાનું બહાર આવ્યું છે. માનસિક સ્થિતિ બગડતાં તે ઘરેથી જતો રહ્યો હતો. તેને હવે પિતરાઈનો મોબાઇલ નંબર યાદ આવ્યો તો પરિવાર સાથે મેળાપ થયો. યુવક વ્યસની થઈ જતાં ઘરેથી ભાગીને અંબાલા આવી ગયો હતો અને તેની ખરાબ આદતનૌ કારણે તેણે ભીખ માંગીને પેટ ભરવા મજબૂર થવું પડ્યું. આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે અંબાલાની ગીતા ગોપાલ સંસ્થાએ લાંબા વાળવાળો એક યુવક ઘાયલ અવસ્થામાં મળી આવ્યો.

ત્યારબાદ સંસ્થા સાથે જોડાયેલા સાહિલે તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવક તૈયાર ન થયો. મહામહેનતે તેને મનાવ્યો અને તેને ફર્સ્ટ એડ આપવામાં આવ્યું. આ દરમિયાન સાહિલે યુવક પાસેથી તેના પરિવાર વિશે જાણવાનો પ્રયાસ કર્યો. યુવકની ઘણી પૂછપરછ બાદ તેણે પોતાના ભાઈ શિશુપાલનો મોબાઇલ નંબર આપ્યો ત્યારબાદ સમગ્ર કહાણી સામે આવી.

ધનંજયે પહેલા પોતાનું નામ ધર્મેન્દ્ર જણાવ્યું હતું પરંતુ જ્યારે તેની નાની બહેન નેહા સાથે વાત થઈ તો તેને સમગ્ર હકિકત જણાવી. ધનંજય સારા પરિવારનો ભણેલો-ગણેલો યુવક છે, પરંતુ નશાની આદતે તેની હાલત આવી કરી દીધી હતી. તે બે બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ છે. ધનંજય પહેલા દિલ્હીમાં નોકરી કરતો હતો. ત્યારબાદ અંબાલા આવી ગયો પરંતુ છેલ્લા બે વર્ષથી પરિવારની સાથે તેનો કોઈ સંપર્ક નહોતો.

નશાની આદતે કરોડપતિ યુવકને ભીખ માંગવા મજબૂર કર્યો.

બહેન પોતાની જોડે આજમગઢ લઈ ગઈ

ધનંજય અંબાલામાં ભીખ માંગીને પોતાના દિવસો પસાર કરતો હતો. ગીતા ગોપાલ સંસ્થાએ ધનંજયના પરિવાર સાથે સંપર્ક કર્યો અને તેની બહેન નેહા તેને અંબાલાથી પાછી આજમગઢ લઈ ગઈ. પરિજનોએ જણાવ્યું કે તે છેલ્લા બે વર્ષથી ગુમ હતો.ધનંજયના પિતા કોલકાતાની કંપનીમાં મોટા પદ પર

નેહાએ જણાવ્યું કે તેના પિતા રાધેશ્યામ સિંહ કોલકાતાની એક મોટી કંપનીમાં એચ.આર. વિભાગમાં મોટા પદ પર છે. ધનંજય બે બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ છે અને તેણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. બે વર્ષ પહેલા તેને નશાની લત લાગી ગઈ હતી. તેના કારણે માનસિક સંતુલન ખરાબ રહેલા લાગ્યું અને એક દિવસ ધનંજય પરિજનોને કહ્યા વગર ચાલ્યો ગયો, જે હવે મળ્યો છે.

 4 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર