September 19, 2020
September 19, 2020

જીસી મુર્મુની નવા CAG તરીકે નિયુક્તિ, રાજીવ મહર્ષિની જગ્યા લેશે

જમ્મુ – કાશ્મીરના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર ગિરીશચંદ્ર મુર્મુની દેશના નવા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે LG પદેથી તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું. ગયા વર્ષે 5 ઓગસ્ટે જ્યારે જમ્મુ – કાશ્મીરનું વિભાજન કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયો ત્યારે તેમને આ યુનિયન ટેરિટરીના પહેલા લેફ્ટનન્ટ ગવર્નર બનાવાયા હતા.

જણાવી દઇએ, મુર્મુ વિદાય લઈ રહેલા CAG રાજીવ મર્હિષનું સ્થાન લેશે. રાજીવ મર્હિષ ૧૯૭૮ની બેચના રાજસ્થાન કેડરના આઈએએસ ઓફિસર છે. જમ્મુ એન્ડ કાશ્મીરનાં નવા લેફ્ટનન્ટ ગવર્નરપદે મનોજ સિંહાની વરણી કરવામાં આવી છે. સિંહા વરિષ્ઠ ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન છે. ૬૧ વર્ષના સિંહા લોકસભાના સાંસદ છે.

જીસી મુર્મુ ઓડિશાના સુંદરગઢના રહીશ છે. તેમણે યુનિવર્સિટી ઓફ બર્મિંઘમથી એમબીએનો અભ્યાસ કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ બનતા પહેલા જીસી મુર્મુ નાણા વિભાગમાં વ્યય વિભાગના સચિવ હતાં. જીસી મુર્મુની ગણતરી પીએમ નરેન્દ્ર મોદીના ખુબ નીકટના ઓફિસરોમાં થાય છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તેઓ પ્રધાન સચિવ હતાં. 

 45 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર