રાહુલ બોલ્યા – હું હિંદુ છું, હિંદુત્વવાદી નથી : ઓવૈસીએ કસ્યો તંજ

ઓવૈસીએ કહ્યુ – દેશ બધાનો છે, માત્ર હિન્દુઓનો નથી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હિંદુત્વવાદના મુદ્દા પર રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યો હતા. રાહુલે કહ્યું કે દેશમાં હિંદુત્વવાદીઓનું રાજ છે હિંદુઓનું નથી. તેમણે કહ્યું કે હિંદુત્વવાદીઓ કાઢી મુકીને દેશમાં હિંદુઓનું રાજ લાવવું જોઇએ. આ સાથે તેઓએ એવું પણ કહ્યું હતું કે તે હિંદુ છે પણ હિંદુત્વવાદી નથી.

રાહુલ ગાંધીના આ નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરતા લખ્યું, રાહુલ અને કૉંગ્રેસે હિંદુત્વ માટે જમીન તૈયાર કરી છે. હવે તે બહુસંખ્યકવાદનો પાક લણવાનો પ્રયાસ કરી રહ્યાં છે.  ઓવૈસીએ કટાક્ષ કરતા કહ્યુ કે, વર્ષ 2021માં હિન્દુઓને સત્તામાં લાવવાનો ધર્મનિરપેક્ષ એજન્ડા નક્કી કરવામાં આવ્યો છે. વાહ! આ સાથે ઓવૈસીએ કહ્યુ કે, ભારત બધાનું છે. આ દેશ માત્ર હિન્દુઓનો નથી. ઓવૈસીએ કહ્યુ કે, ભારત તમામ ધર્મના લોકોનો છે અને તે લોકોનો પણ છે, જેનો કોઈ ધર્મમાં વિશ્વાસ નથી. 

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી