શું સ્પેસ કમાન્ડને કારણે બિપિન રાવતે જાન ગુમાવ્યો ?

પ્રથમ CDSના મોતને લઇને વધુ એક તર્ક-વિતર્ક ઉમેરાયું

દેશના પ્રથમ CDS બિપિન રાવતના નિધનને લઇ અલગ અલગ અટકળો, અનુમાનો અને તર્ક-વિતર્ક વ્યક્ત થઇ રહ્યા છે, જેમાં હવે એક વધુ અનુમાન ઉમેરાયું છે અને એમ મનાય છે ભારતને અંતરિક્ષ યુદ્ધને મજબૂત બનાવવા રાવતે સ્પેસ કમાન્ડ બનાવવાની તૈયારીઓ આદરી હતી. દેખીતી રીતે તે ચીનને કે પાકિસ્તાનને ન ગમે. પરિણામે એવી આશંકા વ્યક્ત થઇ રહી છે કે, રાવત ચીનને ખટકતા હોવાથી તેમના જ કારણે કાંઇક અમંગળ થયું હશે.

ભારતના સૌપ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતના મોત પાછળ અનેક  અટકળો સેવામાં આવી રહી છે. ભારતના સંરક્ષણ નિષ્ણાત બ્રહ્મા ચેેલાણીએ પણ તેના અંગે શંકા વ્યક્ત કરી છે. આ અંગેની અટકળોમાં એવું પણ કહેવાય છે કે ભારતે રાવતના નેજા હેઠળ સ્પેસ કમાન્ડની સ્થાપના પાછળ શરૃ કરેલી હલચલ પણ એક કારણ હોઈ શકે છે. 

કોઈને સાંભળીને જ આશ્ચર્ય થાય કે સ્પેસ કમાન્ડ વળી શું. વાસ્તવમાં હવે એર કમાન્ડ, નેવી કમાન્ડ અને આર્મી કમાન્ડ ત્રણ કમાન્ડ છે અને તેના સંયુક્ત કમાન્ડર તરીકે સૌપ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત હતા. હવે કોઈપણ લશ્કરી વડાની જેમ તેઓએ પણ ભારતની સુરક્ષા માટે આ જોઇન્ટ કમાન્ડથી પણ એક ડગલું આગળ જઈને સ્પેસ કમાન્ડ ઊભો કરવા માટેની તૈયારી આદરી દીધી હોવાનું કહેવાય છે. આ સ્પેસ કમાન્ડને પણ સીડીએસના નેજા હેઠળ ભવિષ્યમાં લાવી શકાય તે રીતે તૈયાર કરવાનો હતો. 

કોઈએ થોડા સમય પહેલા જ સમાચાર વાંચ્યા હશે કે ચીને સ્પેસમાં રહેલા સેટેલાઇટને ઉડાવ્યો હતો. તેથી હવે ભવિષ્યમાં જે પણ યુદ્ધ થશે તે ફક્ત આકાશ, સમુદ્ર અને જમીન પૂરતુ મર્યાદિત નહી હોય, તેમા સ્પેસની ભૂમિકા પણ સૌથી વધારે મહત્ત્વની હશે. આ વાત બિપીન રાવત સારી રીતે સમજી ચૂક્યા હતા અને આ દિશામાં ડીઆરડીઆ અને ઇસરોની આગેવાની હેઠળ તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હોવાનું મનાય છે. 

કોઈને પણ કદાચ આશ્ચર્ય થાય કે સ્પેસ ટેકનોલોજીની વાત આવે ત્યારે ભારત અમેરિકા અને રશિયા જેવી વૈશ્વિક મહાસત્તાઓની સમકક્ષ છે. હા, ચીને ભલે આજે આટલી હરણફાળ પ્રગતિ ભરી હોય છતાં પણ તે ભારતની સ્પેસ અને રિમોટ સેન્સિંગ ટેકનોલોજીમાં પાછળ છે. રાવત આ જ ટેકનોલોજીનો ફાયદો ઉઠાવીને ભારતને અંતરિક્ષમાંથી પણ રક્ષણ પૂરું પાડવા ઇચ્છુક હતા. તેમણે આ માટે સરકારને પણ તૈયાર કરી હોવાનું માનવામાં આવે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે એક સમયે ઇસરોનું માંડ હજાર કરોડ સુધીનું બજેટ વર્તમાન સરકારના આગમન પછી દસ હજાર કરોડને પણ વટાવી ગયું છે. 

હવે ઇસરોના વૈજ્ઞાાનિકોના મોત અને ે સ્પેસ કમાન્ડ સાથે સંલગ્ન બાબતો જોઈએ તો તેમા ફક્ત રાવતનું મોત સૌથી છેલ્લુ થયું છે તેમ કહી શકાય. આ પહેલા 1990થી ભારતે અંતરિક્ષમાં હરણફાળ ભરવાની શરૃઆત કરી ત્યારથી 2014 સુધીમાં ઇસરોના 200 જેટલા વૈજ્ઞાનિકો શંકાસ્પદ મોતને વર્યા છે. 

આશ્ચર્યની વાત એ છે કે દેશભક્તિની દુહાઈ દેતા કોઈપણ રાજકીય પક્ષ આની વાત નથી કરતાં પણ કોર્ટે આ રીતે ઇસરોના એક પછી એક વૈજ્ઞાાનિકોના કમોતની નોંધ લેવી પડી છે. તેણે કેન્દ્ર સરકારને કહેવું પડયું છે કે એકાદ વૈજ્ઞાનિકની મોત થાય તો કેટલી હલચલ મચી જાય છે, જ્યારે અહીં તો 200 જેટલા વૈજ્ઞાનિકો શંકાસ્પદ રીતે મર્યા તો પણ કોઈના પેટનું પાણી પણ હાલ્યું નથી. શું રાવતનું મોત આ જ શ્રૃંખલાની આગામી કડી છે?

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી