તો શું આ રીતે સમજોતા એક્સપ્રેસના આરોપીઓ છૂટી ગયા ?

19 ફેબ્રુઆરી 2007ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે દોડતી ટ્રેનમાં એક જબરજસ્ત ધડાકો થયો હતો. જેમાં 68 કરતા વધુ મુસાફરો માર્યા ગયા હતા. તપાસ એજન્સી CBI અને NIAએ દ્વારા તપાસ શરુ કરવાંમાં આવી હતી જેમાં હિન્દુત્વ સાથે જોડાયેલા સ્વામી અસીમાંનંદ સહિત અન્ય આરોપીઓની ઘરપકડ થઇ હતી. આ કેસ ચાલ્યા બાદ અનેક દિલ્હીમાં સત્તા પરિવર્તન બાદ અસીમાંનંદ સહિત તમામ આરોપીઓનો છુટકારો થયો છે.

હરિયાણાની પંચકુલા કોર્ટ દ્વારા પુરાવાના અભાવે અસીમાંનંદ સહિત તમામને છોડી મુકવામાં આવ્યા છે. 160 [પાનાના ચૂકાદામાં NIA કોર્ટના ખાસ જજ જગદીપ સિંગ દ્વારા એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે. આ કેસના બેસ્ટ એવીડન્સ એટલે કે શ્રેષ્ઠ પુરાવા તપાસ કરનાર એજન્સીએ પોતાની પાસે જ રાખી મુક્યા અને તેને રેકોર્ડ પર લાવવાની તસ્દી લીધી નોતી. પરિણામે પુરાવાના આભાવે તમામ ચાર આરોપીઓને મુક્ત કરવા સિવાય તેમની પાસે કોઈ અન્ય વિકલ્પ ન હતો.

કોર્ટના ચૂકાદામાં તપાસ એજન્સી NIAની ભારે આલોચના કરવામાં આવી છે. તેમણે નોંધ્યું છે કે ખુબ જ દુઃખ અને રોષ સાથે તેઓ આ ભયાનક હિંસા સમાનના કેસમાં આરોપીઓને સજા આપ્યા વગર જ મુક્ત કરી રહ્યા છે. અસીમાનંદ સામે ઉપલી અદાલતમાં અપીલ કરવામાં આવશે કે કેમ તે પણ હજુ નક્કી નથી. એક રીતે જોતા જો કોર્ટના માટે, એજન્સીએ પોતાની પાસે રહેલા શ્રેષ્ઠ પુરાવા રજુ કર્યા હોત તો અસીમાનંદ સહિતના આરોપીઓને સજા થઇ શકી હોત. NIA સામેની આ ટિપ્પણી સૂચક માનવામાં આવી રહી છે.

 130 ,  6 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી